એક દિવસ જ્યારે સૌને હસાવનાર માયાભાઈ પણ ધૃસકે ને ધૃસકે રડી પડ્યા હતા
આ જગતમાં ભલે પુરુષ નું મહત્વ ન હોય પરંતુ એક દીકરીના પિતા તરીકે પુરુષ ઉત્તમ ગણાય છે. જ્યારે પોતાની દીકરી ની વિદાય આવે ત્યારે બાપ પોતાના કાળજાને કઠણ બનાવી દે છે. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ કરુણદાયક હોય છે. સૌ કોઈ જાણે છે કે, સામાન્ય માણસ થી લઈને ધનવાન વ્યક્તિ પોતાની દીકરી માટે રડી શકે છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેના જીવમના સદાય સ્મિત અને હાસ્ય જે રેલાતું એવા વ્યક્તિનાં જીવન એક એવો દિવસ આવ્યો કે તેની આંખોમાંથી પહેલીવાર કોઈ આંસુઓ વહેતા જોય.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર ગુજરાતનું ગૌરવ છે અને મહામૂળી છે. જીવનમાં ખરાબ દિવસો માંથી પસાર થઈને પોતાની કળા દ્વારા આપમેળે ખૂબ જ સફળતા મેળવી અને આજે તેઓ લોક સાહિત્ય પીરસીને સદાય લોકોને હસાવ્યા છે. આ છે માયાભાઈ ની ઓળખ જેને જીવમમાં માત્ર હસ્યું ભર્યું રાખ્યું હતું પરંતુ કહેવાય છે ને આ અજગતમાં દરેક વ્યક્તિનાં જીવમમાં એવો દિવસ જરૂર આવે છે જે ખૂબ જ યાદગાર બની જાય.
માયાભાઈ આહીરના જીવનમાં આવો રૂડો અને કઋણ દાયક પ્રસંગ આવ્યો ત્યારે આખું ગુજરાત જોતું રહી ગયું અને ખરેખર ધન્યતા અનુભવી અને માયાભાઈના મુખારવિંદ પહેલીવાર કોઈ ભાગ્યે જ આંસુઓની ધારા જોઈ હશે. જીવન ભર જેમે હાસ્ય રેલ્યું એજ વ્યક્તિની આંખોમાંથી જેમ સરિતા વહે અને દરિયાનાં મોજ ઉછડે એવી રિતે આંસુઓની ધારા વહેંતી થઈ ગઈ હતી જ્યારે માયાભાઈની દીકરીના લગ્નની વિદાયનો પ્રસંગ આવ્યો.
માયાભાઈની દીકરી સોનલ ના લગ્ન ભાજપ ના નેતા જીતુભાઈ ડેર ના દીકરા મોનીલ ડેર સાથે થયા છે. આ લગ્નપ્રસંગે માયાભાઈ ના ઘરે ત્રણ દિવસ ના કાર્યક્રમો નુ આયોજન કરવામા આવ્યું હતું. પ્રથમ દિવસે રાસ-ગરબામા ગુજરાતના તમામ નામચીન કલાકારોએ હાજરી આપી હતી અને પોતાના સૂર થી સવ ને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત ના ખ્યાતનામ એવા ગાયક કલાકારો લગ્નમાં ગીતોના સ્વરો છોડીને વાટવરણ સંગીતમય બનાવ્યું હતું. આ લગ્નના પ્રસંગમાં જ્યારે કીર્તિદાન ગઢવી એગીત ગાયું ત્યારે માયાભાઇ પણ પોતાની લાગણીઓ ને રોકી શક્યા ન હતા. વેહવા લાગ્યા હતા. હાલ તમે પણ આ વિડીયો ને સોશિયલ મીડીયામા જોઈ શકો છો જે ઘણો વાયરલ થયો હતો અને માયાભાઈ આહીર દીકરીના લગ્ન ખૂબ જ વૈભવશાળી હતા અને આ લગ્નની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ હતી.