MCX પર સોનાનો ભાવ એક મહિનાની ઉંચાઈએ પહોંચ્યોઃ જાણો સોના-ચાંદીના ભાવ
સકારાત્મક વૈશ્વિક સંકેતોથી આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી નોંધાઈ. શરુઆતી કારોબારમાં એમસીએક્સ પર જૂન ડિલીવરી વાળુ સોનું 0.35 % તેજી સાથે 45503 પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 06% વધીને 64,943 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યું.
ગત સત્રમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્રમશઃ 0.15 ટકા અને 0.9 ટકા ઘટાડો નોંધાયો હતો. છેલ્લા એક મહિનામાં સોનું 44,100 રૂપિયાથી 45,700 રૂપિયા પ્રતિ દસ ગ્રામના દાયરામાં વ્યાપાર કરી રહ્યું છે. ગત સપ્તાહે સોનાની કિંમતો 44,100 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી ઘટી ગઈ હતી.
ભારતમાં ગત વર્ષે સોનાની કિંમતો 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામની રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગઈ હતી. બાદમાં એમસીએક્સ પર સોનાના ભાવ આશરે 11,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટી ચૂક્યા છે. તો 2021 ના પ્રથમ ત્રણ મહિનામાં સોનામાં 5000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જેટલો ભાવ ઘટાડો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારોમાં કમજોર ડોલર અને અમેરિકી બોન્ડની યીલ્ડમાં ઉતાર-ચઢાવના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી. વિદેશી બજારમાં આજે સોનું 0.3 ટકા વધીને 1,733.31 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. ચાંદીની કિંમત 0.3 ટકા વધીને 24.96 ડોલર થઈ ગઈ જ્યારે પેલેડિયમ 0.3 ટકાના ઘટાડા સાથે 2,657.66 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું.