મહેસાણાનો યુવક વીડિયો બનાવી કેનાલમાં કૂદી જતા મોત, લોકો વીડિયો ઉતારતાં રહ્યા
હૈયુ હચમચાતી ઘટના મહેસાણા મા સામે આવી છે મહેસાણાના ચાણસ્માના ગંગેટના એક યુવાને કેનાલમાં ડુબી ને આત્મ હત્યા કરી લીધી હતી. આત્મ હત્યા કરતા પહેલા એક વિડીઓ રેકોર્ડ કર્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર મોઢેરા પાસે આવેલી કેનાલમાં ચાણસ્માના એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આત્મ હત્યા કરતા પહેલા તેણે એક વિડીઓ રેકોર્ડ કર્યો હતો અને તેમા તેણે જણાવ્યું હતુ કે “મારૂ નામ જશવંત છે. મારી મરજીથી આત્મહત્યા કરી રહ્યો છું. માનસિક બીમારી અને કિડની બીમારીથી કંટાળી આત્મહત્યા કરૂ છું. મૃત્યુ પાછળનું કારણ હું જ છું અહીં બીજા કોઈનો વાંક નથી.”
આ યુવકે કેનાલમાં છલાંગ માર્યા બાદ તે પાણીમાં તરફડિયા મારી રહ્યો હતો. પણ કોઈ તેને બચાવવા માટે દોડ્યું નહીં. અને ઘણા લોકો એ વિડીઓ ઉતાર્યો હતો અને યુવકને કેનાલમાં જોઈને લોકોએ પોલીસ અને ફાયર વિભાગને ફોન કર્યા હતા. પરંતુ કોઈ મદદ માટે આવે તે પહેલા જ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ રાજ્ય આત્મ હત્યા નુ પ્રમાણ ખુબ વધી રહ્યુ છે અને નાના કારણો સર કોઈ ને કોઈ આત્મ હત્યા કરી રહ્યા છે.