પુરૂષો માટે ચેતવણીરૂપ કિસ્સો, યુવતી એ એવુ નાટક કર્યુ કે યુવક નુ 3.50 લાખ નુ ફુલેકુ ફરી ગયુ
લગ્ન દરેક જીવનનો સૌથી યાદગાર અને શ્રેષ્ઠ પ્રસંગ છે, જેની સૌ કોઈને રાહ જોઇને જ બેઠું હોય છે.આમ પણ કહેવાય છે ને કે, દરેક યુવાનને તેના સ્વપ્નની રાજકુમારી ની ઇન્તજારી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો બન્યો જેના લીધે સૌ કોઈ માત્ર આશ્ચય રૂપ બની ગયો અને ખરેખર રમુજી પણ બની ગયો હતો કેહવાય છે ને કે, લગ્નની ઉતાવળમાં ક્યારેક એવી કન્યા સાથે યુવાન પરણી ગયો કે પળ ભરમાં પાયમાલ થઈ ગયો.
વાત જાણે એમ છે કે, સુરતમાં ફાયનાસ નો ધંધો કરતો યુવાનને સોશિયલ મીડિયા દ્વારા ખૂબ જ ભયાનક અનુભવ બન્યો જેના લીધે સૌ કોઈ ચોકી ગયા. યુવાનને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલી વિધવા મહિલા સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ મહિલાની હકીકત સામે આવતા મોટું ભંગાણ પડ્યું. મૂળ મહારાષ્ટ્ર જિલ્લાના અહમદનગરની મહિલા સાથે આ યુવકના લગ્ન થયા હતા. પણ લગ્ન બાદ મહિલા સોનું તથા રૂ.3.50 લાખની રોકડ લઈને ફરાર થઈ ગઈ.
આ ઘટના પછી કોઈ લાલચંદ કુપાવત નામના શખ્સે ફોન પર કહ્યું કે, મહિલા પર રૂ.12થી 15 લાખનું દેવું છે. એ ભરી દો અને એને લઈ જાવ. આ દરમિયાન આ યુવકે દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી. ફેબ્રુઆરી મહિનામાં રાગીણી સાથે શરીર સંબંધો મુદ્દે લાલચંદે અને રવીન્દ્ર પાલ નામના વ્યક્તિએ ફરી ધમકીઓ આપી.યુવક પોતાની પત્નીરાગીણીને પાછા લાવી દેશોતર આવ્યો.પરતું થોડા દિવસ પછી એયુવતી 13.05 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ.યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને આવી રીતે આખી ટીમના લોકોએ યુવાનને ગમે તે રીતે ફસાવીને પૈસા પડાવી લીધા હતા અને પોલિસ તપાસ બાદ આ કેસમાં કુલ 15 શખ્સો સામે ગુનો નોંધાયો છે.
એકવાત ધ્યાન રાખવું જોઇએ કે, ક્યારેય પણ સોશિયલ મીડિયામાં આવી રીતે કોઈ વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ ન મુકવો જોઈએ અને આટલું જલ્દી જો કંઈ થતું હોય તો સમજી લેવું કંઈ ગોટાળો છે. બસ આ યુવાન ભાગ્ય સારા કે સમયસર તેઓ બધા પકડાઈ ગયા નહિ તો પોતાનું જીવન ઝેર જેવું થઈ જાત.