Viral video

ચમત્કાર કે પછી વિજ્ઞાન? આ વૃદ્ધ મહિલા ચાલવા લાગી પાણી પર, વિડીયો જોઈ તમારું માથું ચક્કર ખાય જશે… લોકો બોલ્યા ‘માં નર્મદા…..

મધ્યપ્રદેશના જબલપુરમાં એક વૃદ્ધ મહિલા ખૂબ જ ચર્ચામાં છે જેમને લોકો નર્મદા માં કહી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ નર્મદાના ઘાટ પર જોવા મળી રહ્યા હતા. આ દરમિયાન મહિલાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે નદીના પાણીમાં ચાલતા હતા. આ વીડિયોને દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો કે ‘વૃદ્ધ મહિલા માં નર્મદા છે, તેઓ પાણી પર ચાલતા લાગ્યા અને તેમના કપડાં પાણીમાં પણ ભીના થતાનહોતા.

આ અફવા એ વિસ્તારમાં એટલી ફેલાઈ ગઈ કે જ્યાં પણ મહિલા ગઈ ત્યાં સેંકડો લોકો તેને જોવા માટે ભેગા થવા લાગ્યા. વૃદ્ધ સ્ત્રીને ‘નર્મદા માં ‘ કહી રહ્યા છે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. એક વૃદ્ધ માતા નર્મદા નદીની વચ્ચોવચ જાણે રસ્તા પર ચાલી રહી હતી. નર્મદા નદીમાં ડૂબકી માર્યા પછી પણ તે ભીંજાતા ન હતા.લોકોએ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

તે જ સમયે, મહિલાને જોવા માટે વિસ્તારના લોકો એકઠા થવા લાગ્યા. જ્યારે મામલો પોલીસ સમક્ષ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે મહિલાનું નામ જ્યોતિબાઈ રઘુવંશી છે.મહિલા નર્મદાપુરમની રહેવાસી છે. જ્યોતિબાઈની ઉંમર 51 વર્ષની છે. પોલીસની પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે ન તો તે પાણી પર ચાલી શકે છે અને ન તો એવું છે કે તેના કપડાં પાણીમાં ભીના ન થાય.

 

મહિલાએ કહ્યું કે તે કોઈ ચમત્કાર કરતી નથી, પરંતુ તે ઘરે કહ્યા વગર જ નર્મદા પરિક્રમા કરવા ગઈ હતી. જ્યારે તે એક જગ્યાએ છીછરી નર્મદા નદીમાં ચાલી રહી હતી ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવ્યો હતો. પછી અફવા ફેલાઈ કે તે પાણી પર ચાલતી નર્મદા દેવીનું સ્વરૂપ છે.તેના કપડા સૂર્યપ્રકાશને કારણે ઝડપથી સુકાઈ જતા હતા.જ્યારે પોલીસે મહિલા વિશે વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મહિલા મે, 2022થી તેના ઘરેથી ગુમ હતી. તેના પુત્રએ તેના ગુમ થયાની જાણ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!