Gujarat

જ્યાં ત્યાં આધારકાર્ડ આપનારા લોકો ચેતી જજો ! અમરેલીના આ યુવક સાથે એવો ખેલ થઇ ગયો કે હવે 7 કરોડ…જાણો શું બની પૂરી ઘટના

 

આપણે જાણીએ છે કે છેતરપિંડીના અનેક બનાવ બને છે. ત્યારે હામ જ અમેરલીના એક યુવક સાથે રૂ 7, 89, 44, 306નો ફૉર્ડ કરવામાં આવ્યો. ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે અમરેલીના એક વાસણની દુકાનમાં નોકરી કરતાં યુવકના આધારકાર્ડના નંબરેથી કોઈએ બોગસ જીએસટી દ્વારા તેમની સાથે સાયબર ફ્રોડ કર્યું છે.

અમરેલીના. આ પી.સી.સ્ટીલ સેન્ટર પર નોકરી કરતા ચંદ્રેશ પ્રમોદભાઈ સંઘવી 8 થી 10 હજારના પગારમાં પોતાના કાકાના વાસણની દુકાનમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. આ યુવાનના કાકા હરીશભાઈ કંસારાના મોબાઈલમાં ઈનકમ ટેક્સ વિભાગના પોર્ટલ પરથી એ. આઇ.એસ.નામનું ફોર્મ ડાઉનલોડ કરીને એડવાન્સ ટેક્ષ ભરવા જણાવાયું છે. મેસેજમાં જણાવ્યું છે કે,ચંદ્રેશ સંઘવી દ્વારા 7 કરોડ, 89 લાખ, 44 હજાર 306 રૂપિયાનું વેચાણ કરવામાં આવ્યું છે.

ચંદ્રેશ સંઘવી તો માત્ર વાસણની દુકાનમાં કામ કરે છે, તેમના નામે કોઈ પરિવારે કોઈ જીએસટી નંબર મેળવેલો નથી. એમના કાકા હરીશભાઈને વાસણનો નાનો વેપાર છે. ઈન્કમટેક્ષ ભરવા જેટલી પણ તેમની આવક નથી તેઓ આઈટી રિટર્નમાં નીલ બતાવે છે. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે મહારાષ્ટ્ર, તમિલનાડું અને ગુજરાતમાં 7 જગ્યાએ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જુદા જુદા GST નંબરથી અને ચદ્રેશ સંઘવીના આઇ. ડી.પ્રૂફના આધારે ટ્રાંજેક્શન કરવામાં આવ્યું છે.

આ રીતે આધારકાર્ડ પાનકાર્ડમાં મોબાઈલ નંબર ફેરવીને, બોગસ કંપની ઊભી કરીને પેઢીના માલિક ચંદ્રેશ સંઘવીને બતાવીને, કરોડો રૂપિયાના GSTનું કૌભાંડ આચર્યું. આ ફ્રોડ નો ભોગ બનેલા યુવકનું સંભળાતું નથી.યુવકના આઈ. ડી.પ્રૂફનો દુરુપયોગ કરી GSTની ચોરી કરવાના કૌભાંડીઓમાંથી કઈ રીતે ન્યાય મળે તે જોવાનું રહ્યું. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!