“મોદી દાદા એ 2000 ની નોંટ બંધ કરી…”આ ક્યુટ ઢીંગલી એ એવું કીધુ કે તમે પણ વિચારતા થઈ જશો ! જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે નોટબંધી થઇ હતી ત્યારે કાળુંનાણું કેટલું બહાર આવ્યું એ તો ખબર નહિ પણ ઘરે ઘરેથી દરેક મહિલાઓ પાસેથી રૂપિયાની પોટલીઓ મળી આવી હતી. આ રૂપિયા એ હતા જે મહિલાઓએ બચત કરીને રાખ્યા હતા.ઘરની લક્ષ્મી પાસે તો આમ પણ અખૂટ ધન હોય છે, એ વાતનો પુરાવો આપણેને નોટબંઘીમાં મળી જ ગયો. આ વાતને લોકો રમુજી રીતે અનેક વિડીયો, મીમસ અને જોક્સ બનાવીને વાયરલ પણ કરેલ.
આ વાતથી આપણે અજાણ નથી! આ વાતને ભલે આપણે એક હાસ્યપ્રદ તરીકે લઇએ પરંતુ એક સ્ત્રી જ ઘર સારી રીતે ચલાવી શકે છે અને ઘરખર્ચ કરીને પણ કઈ રીતે બચત કરવી એ મહિલા સારી રીતે જાણે છે. મહિલાઓએ અનાજના ડબ્બાથી લઇને એવી એવી જગ્યાએ પૈસા સંતાડી રાખ્યા હોય કે જો ઇન્કમટેક્સવાળા રેડ પાડે તો ના મળે.
હાલમાં દરેક મમ્મીઓ માટે આવો એક રમુજી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 500 અને 1000 ની નોટ બંધ થયા પછી હાલાં જ 2000 ની નોટ પણ બદનઃ કરવામાં આવી છે. આ વાતને લઇને એક નાની બાળકી ખુબ જ રમુજી વાત કરત કહ્યું છે કે, મોદી દાદા એ 2000 ની નોટ બંધ કરીને તેય ખબર પડી મમ્મીયું પાંહે પૈસા સે, આપણે કંઈક લેવાનું કીધું હોય તો કેય નથી…..નથી….નથી મારે થોડું પૈસાનું ઝાડ વાવ્યું છે. હવે ખબર પડી કે મમ્મી જ એક મોટી બેન્ક છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અપલોડ કરવામાં આવ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.
ખરેખર આ ક્યૂટ ઢીંગલી જે અંદાજમાં બોલી રહી છે, તે ખૂબ જ મનોરંજક છે. આ વીડિયો જોઈને તમે હસવું નહીં રોકી શકો. ખરેખર આ હાલમાં સોશિયલ મીડિયામાં વાયલર થઈ રહ્યો છે.