પી એમ નરેન્દ્ર મોદી ની આ બાબતો તમે ભાગ્યે જ જાણતા હશો
ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન ની યાદીમાં નરેન્દ્રમોદીજી નું નામ મોખરે છે, તેમના જીવન અને તેમના કાર્યકાળની એવીઘણી વાતો છે જે આપણે જાણતાં નથી.આજે આપણે નરેન્દ્ર મોદીજીના જીવનની એવી કેટલીક વાતો વિશે જાણીશું જે તમે આજ સુધી નહિ જાણતાં હોય.મોદીજીનું જીવન એક સામાન્ય વ્યક્તિ થી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય અને પ્રખર રાજનેતા છે.આજે આપણે તેના જીવનના કાર્યકાળની કેટલીક જાણી અજાણી વાતો જાણીશું.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામ કૃષ્ણ પરમહંસ બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા.
આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજીનામું આપ્યા બાદ તેઓ ઓકટોબર 2001 નાં દિવસે મુખ્યમંત્રી બન્યા હતા.
વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અગાઉ વર્ષ 2014 થી 2019 દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. વળી તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001 થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે.
વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે વિક્રમી વિજય મેળવ્યો હતો તેમજ બંને ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ અગાઉ વર્ષ 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષે આ પ્રકારે સ્પષ્ટ બહુમતી મેળવી હતી.સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’નાં મંત્ર સાથે શ્રી મોદીએ વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
જે સમાવેશકતા, વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચારમુક્ત શાસન તરફ દોરી ગઈ છે. પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓનાં લાભ અંત્યોદયનો ઉદ્દેશ પાર પાડે કે છેવાડાનાં માનવી સુધી પહોંચે એ માટે ઝડપથી, વ્યાપકપણે કામ કરી રહ્યાં છે.અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ નોંધ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત ઝડપથી ગરીબી નાબૂદી કરવા અગ્રેસર છે. આ માટે કેન્દ્ર સરકારનાં ગરીબતરફી શ્રેણીબદ્ધ નિર્ણયો જવાબદાર છે.