ખેડૂતો મિત્રો માટે ખાસ ખબર! ઓગસ્ટના આ સપ્તાહમાં ભારે વરસાદ થશે, જ્યારે આ શહેરોમાં ગરમી પડશે.

મેઘરાજા એ તો જાણે વિરામ લીધો હોય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. સૌ ખેડૂતો વરસાદના આગમનની રાહ જોઇને બેઠા છે. આ વર્ષે હજુ જોયો એવો વરસાદ નથી પડ્યો.જુલાઈના અંતમાં વરસાદ થવાના કારણે કૃષિ પાકને જીવનદાન મળ્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનાનું એક સપ્તાહ પૂરું થયું પણ સારા વરસાદની આશા નથી.

થોડા દિવસ પહેલા જ આંબાલાલ પટેલ વરસાદની આગાહી કરી હતી અને હજુ પણ 15 ઓગસ્ટ સુધીમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની આશા પણ નથી. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન હજુ ગરમી-ઉકળાટ વધી શકે છે અને તાપમાન 35 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.

5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે. આમ હજુ સુધી રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે. ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો પાણીની તંગી પણ સર્જાશે. છેલ્લા 24 કલાકમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થયો છે. જ્યારે દાહોદ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થયો છે. ખરેખર એક તરફ ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા છે ત્યારે મેઘરાજા જાણે રિસામણે બેઠા હોય એવું લાગી રહ્યું છે. સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે, વરસાદનું આગમન જલ્દી થી થાય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *