Gujarat

ચોમાસામાં ચામડીને લગતા રોગોથી છુટકારો મેળવવા ઘરેલુ ઉપચાર.

જો તમારે ચામડીના આ રોગથી બચવું હોય તો હંમશા વરસાદમાં પલળવાથી બચવું જોઇએ. તેમ છતા જો તમને ત્વચા પર કોઈ જગ્યાએ ફોલ્લી કે આવા કોઈ રોગની નિશાની દેખાય તો તાત્કાલીક તેની સારવાર ડોક્ટર પાસે કરાવી લેવી જોઈએ. કેમ કે બહુ લાંબો સમય થયા પછી તેની સારવાર તો થાય છે પણ તેનો ડાઘ હંમેશા માટે રહી જાય છે.જો તમે સ્કિન ઇન્ફેક્શન થાય છે તો આગળ ન વધે તે માટે જે જગ્યા પર ઇન્ફેક્શન હોય ત્યાં એન્ટિ ફંગલ પાઉડરનો નિયમિત છંટકાવ કરો.

તમારી સ્કિનને હંમેશા ડ્રાય રાખો. ભીના કપડા પહરેવાથી દૂર રહો. તેમાં પણ ભીના બૂટ તો તાત્કાલીક બદલી દેવા જોઈએ. આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો આ ચોમાસામાં તમને ચામડીના એકપણ રોગ નહીં થાય.ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અનેક પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણીના ભરવાના લીધે ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. આમાં ઘણા રોગ જીવલેણ હોઈ શકે છે અને ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે.

ચોમાસામાં ખુલતા સુતરાઉ,લીનનના અથવા ખાદીના કપડાં પહેરવા જોઈએ. કપડાં પહેરતા પહેલા ધોવા અને ઈસ્ત્રી કરવા.પોતાની જાતને કોરી રાખવી,શરીરના ફોલ્ડ,પગના તળિયાની વચ્ચે,પગ અને હાથના આંગળીઓની વચ્ચેથી ભીનાશ અને ગંદકી સાફ કરવી.પોતાની જાતને સાફ કરવી દરરોજ સ્નાન કરવું જોઈએ.અઠવાડિયામાં ૩ વાર મેડિકેટેડ શેમ્પુથી વાળ ધોવા જોઈએ.જમતા પહેલા,ઘર પોહ્ચ્યા પછી હાથ સાબુથી સાફ કરવા જોઈએ.ગરમ અને ઘરે બનવેલો ખોરાક લેવો.

મસાલાવાળો,તેલવાળો અને ઠંડો ખોરાક ટાળવો જોઈએ પાણી વધારે પીવું,બહારનું પાણી કે કોલ્ડ્રિક્સ ટાળવું જોઈએ. જો તમને ડાયાબિટીસ અથવા બીજી કોઈ બીમારી હોય તો શરીરના ફોલ્ડ અને પગના તળિયા ચોખ્ખા અને સૂકા રાખવા. બેક્ટેરિયા અથવા ફંગલ ઇન્ફેકશન ચેપી હોય છે.કપડાં,કાંસકા,ટોપી અથવા રૂમાલ એકબીજાના વાપરવા ના જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!