Gujarat

પુલ તૂટ્યો તો મદદ કરવા દોડી ગયા બે ભાઈ ! પાછા ફર્યા ત્યારે સાથે હતા જુવાનજોધ દીકરાઓના મૃતદેહ… રડાવી દે તેવો બનાવ..

મચ્છુ નદી પોતાની સાથે અનેક લોકોને ભરખી ગઈ છે . આ હોનારતમાં હોમાયેલા લોકોનો જીવ બચાવવા અનેક લોકો ગયા અને પોતાનો માનવ ધર્મ નિભાવ્યો.તંત્ર કામ શરુ કરે તે પહેલા સ્થાનિકો બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા. મોરબીમાં રહેતા ગણપત રાઠોડ અને મનુ રાઠોડ નામના બે ભાઈઓ પણ હતા. બંને ભાઈઓએ પોતાના જીવની પરવહા કર્યા વગર જ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરવા લાગ્યા હતા. પિતા પાછા ફર્યા ત્યારે સાથે હતા જુવાનજોધ દીકરાઓના મૃતદેહ. રડાવી દે તેવો બનાવ.

આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ.બન્ને ભાઈઓ પીડિતોને કિનારા પર લાવવામાં મદદ કરતા હતા. અંધારુ હોવા છતાં શક્ય હોય તેટલા વધારે લોકોને શોધીને બહાર લાવવાનો તેમનો પ્રયત્ન હતો.  જ્યારે મૃતદેહોને બહાર નીકાળવામાં આવતા હતા ત્યારે ગણપત રાઠોડની એકાએક નજર પડી કે તેમના દીકરા વિજયની બાઈક નજીકમાં પાર્ક થયેલી છે.

ગણપતને એકાએક વિચાર આવ્યો કે, જો દીકરાની બાઈક અહીં પાર્ક થયેલી છે તો આ જે મૃતદેહો પડ્યા છે તેમાંથી એક તેમના દીકરાનો પણ હોઈ શકે છે. આ વિચાર સુદ્ધાથી તે બેભાન થઈ ગયા. ગણપતના ભાઈ મનુ રાઠોડે જ્યારે જોયું કે વિજયની બાઈક અહીં પડી છે તો તે સમજી ગયા કે વિજય એકલો નહીં આવ્યો હોય, તેમના દીકરા જગદિશ ને પણ લાવ્યો હશે. બન્ને ભાઈઓ ભણતા પણ એકસાથે હતા અને રમવા પણ સાથે જ જતા હતા. તેમને અલગ કરવા અશક્ય હતા. વિધિના કેવા લેખ કે જે ભાઈઓ સાથે જીવતા હતા તે બંને દુનિયા છોડીને પણ સાથે જ ગયા.

મનુ અને ગણપત રાઠોડે પોતાના દીકરાઓના ભણતર માટે કોઈ કસર બાકી નહોતી રાખી. મનુભાઈ  પેઈન્ટર મનુ  છે અને તેમના દીકરા  વિજયએ તાજેતરમાં જ હોમ ગાર્ડની નોકરી મળી હતી અને 1 નવેમ્બરથી તેની ડ્યુટી શરુ થવાની હતી. બે દિવસ પહેલા તો તેને યુનિફોર્મ મળ્યો હતો. તેમજ જગદિશને પણ ગાર્મેન્ટની દુકાનમાં સારી નોકરી મળી ગઈ હતી. બન્નેની ઉંમર 20 વર્ષ હતી.પોતાના દીકરાના મુત્યુ અંગે કહ્યું કે આ ઘટનામાં લગભગ 6 લાખ રુપિયા વળતર તરીકે મળ્યા છે, પણ આ પૈસાથી અમારા દીકરા પાછા આવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!