જો આ ભાઈની વાત સાંભળી લીધી હોત તો અનેક ના જીવ બચી જાત ! બ્રીજ પર ગયેલો પરીવાર આવી રીતે બચી ગયો..જાણવી સમગ્ર ઘટના..

મોરબીમાં થયેલ ઝુલતા પુલ હોનારતને કોઇપણ કાળે નહિ ભુલાવી શકાય. સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં માસુમ બાળકો સહિત 134 લોકોના મોત થયા છે. આ કાળ ભરેલી ઘટના અટકી શકાય હોત જો જામનગરનાં વિજયભાઈની વાત માની હોત. આપણે જાણીએ છે કે, બ્રિજ ઉપર ક્ષમતા કરતા વધારે લોકોને ટિકિટ આપવામાં આવી હતી અને આજ કારણે બ્રિજ તૂટી પડ્યો જેનો આપણે વીડિયો પણ જોયો છે.

આ દુઃખદાયી ઘટનાને લઈને ચોંકાવનારી વાત સામે આવી છે કે, દુઘર્ટનાની બે કલાક પહેલા મુળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતા પરિવારે બ્રિજનું સંચાલન કરતી ઓફીસના કર્મચારીઓને ચેતવ્યા હતાં કે, બ્રિજ પર ન થવાનું થઇ રહ્યું છે, પરંતુ ઉપસ્થિત કર્મચારીઓએ એમની અવગણના કરી હતી જો આ પરિવારની ફરિયાદ પર ધ્યાન અપાયું હોત તો આ ઘટના ન બની હોત.

બ્રિજ સંચાલન કરતી ઓરેવા કંપનીની ઘોર બેદરકારીનાં લીધે આ ઘટના બની ગઈ. આ ઘટના પહેલા જ મૂળ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને હાલ અમદાવાદમાં બાપુનગરમાં રહેતા વિજય અગરબત્તી વાળા વિજયભાઈ ગોસ્વામીએ પરિવાર સાથે પુલ પર ગયા હતા પરંતુ ભગવાનની દયાથી તેમનો પરિવાર બચી ગયો.

તેઓ હાલમાં જ દિવાળી મનાવવા આવ્યા બાદ અમદાવાદ જતી વખતે પહેલા તેઓ મોરબીમાં રહેતા તેમના સગા સંબંધીઓને ત્યાં ગયા હતા અને બંને પરિવારો સાથે 11 સભ્યો ઝૂલતા ફુલ જોવા માટે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા ત્યારે યુવાનો પુલને પકડીને હલાવી રહ્યા હતા. જેથી તેમને ફરિયાદ કરી પરંતુ ત્યાથી તેમને જવાબ મળ્યો કેભાઇ અમે અમારે કોને કહેવા જવું ? કોઇ માનસે નહીં તમે જાઓ.

આવો જવાબ સાંભળી તેમનો પરિવાર ત્યાંથી ચાલ્યો ગયો હતો કારણ તેમને અમદાવાદ જવાનું હતું તેમજ ત્યાં પુલ પર લોકો ધીગામસ્તી કરતા હતા જેથી તેઓ ત્યાંથી 4:30 વાગ્યે જ નીકળી ગયા અને દોઢ કલાક બાદ આ દુઃખદાયી ઘટના બની ગઈ.

વીજયભાઈ મીડિયાને જણાવ્યું હતું કે , બ્રિજ પર બંને તરફ અને વચ્ચે કર્યાંય કોઇ પ્રકારની સિક્યુરીટી જોવા મળી ન હતી, સીસીટીવી કેમેરા પણ કયાંય લાગેલા ન હતાં, અમે હતાં ત્યારે જ પુલ ઓવરલોડ જેવી સ્થિતિમાં દેખાતો હતો. જો કંપનીએ ફરિયાદને ધ્યામાં લીધી હોત અને જો કદાચ ક્ષમતા કરતા વધુ લોકોને ટિકિટ ન આપી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *