Gujarat

મોરારી બાપુએ ફરી ખોબલે ખોબલે દાનની સરવાણી વહાવી, વીજળી પડવાથી મુત્યુ પામેલા લોકો માટે કરી આટલી સહાય જાહેર…જાણો વિગતે

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવાર નવાર મોરારી બાપુ સેવા રૂપી કાર્ય કર્યા રહે છે. હાલમાં ફરી એકવાર મોરારી બાપુએ એ દાનની સરવાણી વહાવી છે, ખરેખર આ કાર્ય ખૂબ જ સરહાનીય છે,  ચાલો આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં અનેક જગ્યાએ આકાશી વિજળી પડવાથી પ્રાપ્ત માહિતિ મુજબ 23 જેટલા લોકોના મૃત્યુ થયા છે.
પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. અને તેમનાં દ્વારા મૃતકોના પરિવારજનોને સહાયતા રાશી અર્પણ કરવામાં આવી છે. જે કુલ મળીને રુ 3,50,000 છે.

શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ મારફત આ સહાયતા રાશી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં પાઠવવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.ખરેખર મોરારી બાપુ દ્વારા અનેકવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!