મોરબીમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો !141 જેટલા મૃતદેહ નીકળ્યા જેમાંથી 25 તો ફક્ત બાળકો…જવાબદાર કોણ?

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે કાલે રવિવારના રોજ મોરબી માટે ‘બ્લેક ડે’ સાબિત થઇ હોય તેવી એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી હતી. જ્યારથી આ ઘટના બની હતી ત્યારથી મૃત્યુઆંકનો મોટો આંકડાની સંભાવના લગાવી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ઝૂલતો પુલ તૂટી પડતા 400 લોકો પાણીમાં ડૂબ્યા હતા જેમાંથી 141 જેટલા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જયારે બાકીના ઈજાગ્રસ્ત લોકોને તરત જ નજીકના અથવા તો ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના થયા બાદ સ્થાનિક પ્રશાસનની સાથો સાથ NDRF અને દેશની સૈનાના ત્રણેય કાફલા બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. છેલ્લા આઠ કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહીતના કચ્છ, રાજકોટ,ગાંધીનગર અને અમદાવાદની NDRFની ટીમો બચાવ કાર્યમાં લાગી ચુકેલી છે.આ અંગે હેલ્પલાઇન નંબર 028222433300 જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે દેશના વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધીના તમામ લોકોએ ઘટનાને પગલે દુખ વ્યક્ત કર્યું હતું. આ ઘટનાને પગલે અલગ અલગ લોકો પર નવા નવા આક્ષેપ લગાવામાં આવી રહ્યા છે. એવામાં નગરપાલિકાના ચીફ ઓફિસરે સંદીપસિંહ ઝાલાએ મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે આ પુલ તૈયાર થયા બાદ નગરપાલિકાના વેરિફિકેશન વગર જ પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ પુલની મજબુતાઈ ચેક કર્યા વગર જ પુલ શરુ કરી દેવાતા આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચીફ ઓફિસરે જણાવ્યું છે કે આ ઘટનાના જવાબદાર તમામ વ્યક્તિ પર કડક પગલા ભરવામાં આવશે.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને આપણા દેશના રાષ્ટ્રપતિ, અમિત શાહ અને રાહુલ ગાંધી જેવા મોટા નેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી ભગવાનને પ્રાથના પણ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી કેવડીયાનો કાર્યક્રમ મુકીને મોરબી પોહચ્યા હતા અને ઘટના સ્થળે પોહચીને પૂરી ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આ ઘટનાને લીધે ભારે દુખ થયું હતું તેઓએ જણાવ્યું કે આ ઘટનાને પગલે તે અત્યંત દુખી છે.

આ મૃત્યુનો આંક વધી શકે તેની આશંકા સેવવામાં આવી રહી છે. આ પુલના ઈતિહાસ વિશે વાત કરવામાં આવે તો વર્ષ 1879 મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે બાદ વર્ષ 1880માં પુલ બનીને તૈયાર થયો હતો.આ પુલન લગભગ 140 વર્ષ જુનો છે, એટલું જ નહી આ પુલની લંબાઈ 765 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *