મોરબી મા મોટી દુર્ઘટના ! ઝુલતો પુલ ટુટતા 400 જેટલા લોકો પાણીમાં ખાબક્યા….જુઓ તસવીરો

હાલ જ એક ખુબજ મોટા સામાચાર મોરબી માથી સામે આવી રહ્યા છે જેમા એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની વિગત સામે આવી છે. મોરબી મા આવેલો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો મચ્છુ નદી મા ખાબક્યા હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણા લોકો ડુબીયા હોવાની વાત સામે આવી છે.

ઘટના અંગે દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ જાણવા મળેલ વિગતો મુજબ મોરબી મા આવેલો ઘણો મોટો જ ઝુલતો પુલ છેલ્લા ઘણા મહીનાથી બંધ હાલત મા હતો અને સમારકામ ચાલી રહ્યુ હતુ. જ્યારે રીપેરીંગ કામ પુરુ થતા નવા વર્ષ ના દીવસે આ પુલ જાહેર જનતા માટે ખુલો મુકવામા આવ્યો હતો અને ઉદ્ઘાટન કરવા મા આવ્યુ હતુ જ્યારે આજે રવિવાર ની રજા ના દીવસે આ પુલ પર લોકો ની ભીડ પણ હતી ત્યારે આ પુલ ટુટતા દેખારો મચી ગયો હતો.

જો આ પુલ ની વાત કરવા મા આવે તો આ પુલ મોરબી મા મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો અને રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા બનાવાયો હતો. અને સમય જતા આ પુલ ની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. જ્યારે પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી ૧૫ વર્ષ સુધી આ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપમાં આવી હતી.

જ્યાર હાલ આ ઘટના ને પગલે સમગ્ર તંત્ર દોડતુ થયુ છે અને બચાવ કામગીરી કરી રહ્યુ છે. જેમા ખાસ કરી ને તરવૈયાઓ અને 108 તેમજ ખાનગી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્યમાં જોડાઈ છે. હજુ પણ વધુ તરવૈયાઓ અને ખાનગી એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *