મુકેશ અંબાણી એ ગુજરાતી ઓ ને આપી મોટી ભેટ, જામનગરમાં
આજે ગુરુવારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ યોજાઈ હતી. જેમાં ગુજરાતી ને એક મોટી ભેટ મળી છે 5G ની સર્વિસ સાથે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આગળ વધવાના આશ્રય સાથે જામનગરમાં 5 હજાર એકર જમીન પર રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નો આ પ્રોજેક્ટ ઘણો મહત્વ નો રહેશે આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની આગામી 3 વર્ષમાં રૂપિયા 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 100 ગીગા-વૉટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનો છે. જેના માટે જામનગરમાં 4 ફેક્ટરી ઉભી કરવામાં આવશે.
આ ઉપરાંત ગુગલ અને જીઓ ની પાર્ટનરશીપ થી તૈયાર થયેલ જિઓફોન નેક્સ્ટ (JioPhone Next) લોન્ચ કરાયો છે. આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવી છે આ ફોન મા એનડરોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે આ ઉપરાંત સામાન્ય લોકો ના બજેટ એ ધ્યાન મા રાખી આ ફોન તૈયાર કરાયો છે.જો કે હજી સુધી ફોન ની કીંમત જાણવા નથી મળી.