સુરતની ધૃજાવી દે તેવી ઘટના ! બે વર્ષ ની માસુમ દિકરી પર નરાધમે દુષ્કર્મ આચર્યુ….
હાલ ના સમય મા મોટા શહેરો મા ગુનાહિત પ્રવૃતિઓ મા સતત વધારો થઇ રહ્યો છે લુટ અને દુષ્કર્મ જેવી ગટના સતત બની રહી છે ત્યારે સુરત મા ફરી એક એવી ઘટના સામે આવી હતી જેમા પર પરિવાર સાથે સૂતેલી બે વર્ષ ની માસુમ બાળકીને ઉઠાવી ડમ્પરચાલકનું દુષ્કર્મ કર્યુ હતુ જેના લીધે સમગ્ર વિસ્તાર મા ચકચાર મચી જવા પામી હતી.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવામા આવે સુરતના વેસુ-સિટીલાઈટ વિસ્તારમાંથી બે વર્ષની બાળકી સાથે શ્રમિક પરિવાર રોડ પર સૂતો હતો ત્યારે ત્યા થી એક ડમ્પર ચાલક નીકળ્યો હતો અને પરીવાર બાળકી સાથે સુતેલી બે વર્ષ ની બાળકીનુ અપહરણ કરી ઉઠાવી ગયો હતો. ત્યારે બાજુ મા સુતેલી મોટી બહેન ની ઊંઘ ઉડી ગઇ હતી અને બુમાબુમ કરી તેના માતા માતાપિતાને જગાડી દીધાં હતાં.
જ્યારે આ ડમ્પર ચાલક નો પીજો કર્યો હતો પણ તે દીકરી ને લઈ ને ભાગી જવા મા સફળ થયો હતો પરિવારે પોલીસને સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી PCR વાન ત્યાંથી પસાર થઈ હતી. PCRમાં પેટ્રોલિંગ કરતાં મહિલા હેડ કોન્સ્ટેબલે સુમિત્રાબેને શ્રમિક પરિવારને સાંભળ્યો હતો. જ્યાર બાદ કન્ટ્રોલ રુમ ને ઝાણ કરાતા કંટ્રોલરૂમની સતર્કતાને લઇ પોલીસ અપહરણ કરાયેલી બાળકી સુધી પહોંચી શકી હતી અને આરોપી સુરદીપ બાલકિશનની અટકાયત કરી હતી.
જ્યારે આ ઘટના અંગે વધુ મા જણાવા મળેલ કે આરોપી બાળકી ને ઉઠાવી ગયા બાદ મારવાની ફીરાક મા જતો જ્યારે બાળકી બાળકીને સૂમસામ જગ્યાએથી શોધી કાઢ્યા બાદ તેને તાત્કાલિક સારવાર અને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ મોકલી હતી જ્યા તબીબી પરીક્ષણ કર્યા બાદ જાણવા મળેલ કે માસુમ દીકરી પર દુષ્કર્મ કરવા મા આવ્યુ છે અને ગંભીર ઈજાઓ પહોંચી છે.
જ્યારે આ ઘટના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કંટ્રોલરુમ ની સતર્કતા ના લીધે માસૂમ નો જીવ બચી ગયો હતો નરાધમ આરોપી સામે પોલીસે આઈપીસી કલમ 363, 365, 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
