India

કિસ્મત બદલનાર કારોલી બાબા! સ્ટીવ જોબ્સ, ફેસબુકના પ્રમુખ માર્ક ઝુકરબર્ગનાં ભાગ્યને ચમકાવ્યું.

આપણે ત્યાં અનેક સાધુ સંતો અને મહાત્મા વસે છે અને તેમનાં અનેમ અનુયાયીઓ અને ભાવિ ભક્તો પણ છે. આજે આપણે એક એવા બાબાની વાત કરવાના છે જેમનાં ભક્તો ભારતના નહિ પરંતુ વિશ્વનાં બીજા દેશોના છે એ પણ લોકપ્રિય અને જાણીતા લોકો જેની પાસે અઢળક સંપત્તિ છે.

આજે આપણે વાત કરીશું કિસ્મત ચમકાવી દેનારા કરોલી બાબાનાની. કરોલી બાબાના ભક્તોમાં એપલના માલિક સ્ટીવ જોબ્સ, ફેસબુકના પ્રમુખ માર્ક ઝુકરબર્ગ જેવા મોટા મોટા લોકોનું નામ શામેલ થાય છે. 1962માં નીમ કરોલી બાબાએ ક્ષિપ્રા નામની નાની પહાડી નદીના કિનારે કૈંચી ધામમાં આ મંદિરની સ્થાપના કરી હતી.

બાના એક અમેરિકી ભક્તે તેના પુસ્તકમાં આ મંદિરનો ઉલ્લેક કર્યો હતો. ત્યાર બાદ પશ્ચિમના દેશોના લોકો અહીં બાબાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવવા માંડ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2015 સપ્ટેમ્બરમાં જ્યારે ફેસબુક હેડ ક્વાર્ટર્સમાં હતા ત્યારે તેમણે જ વાતવાતમાં કહ્યું હતું કે ઝુકરબર્ગ કન્ફ્યુઝ્ડ હતા કે ફેસબુકને વેચી દેવુ કે નહિ. ત્યારે એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે તેમને ભારતના એક મંદિરમાં જવાની સલાહ આપી હતી. અહીંથી જ તેમને કંપની માટે એક નવુ મિશન મળ્યુ હતુ.

સ્ટીવ જોબ્સ 1974માં આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં પોતાના કેટલાક મિત્રો સાથે નીમ કરોલી બાબાને મળવા ભારત આવ્યા હતા. ઝુકરબર્ગ પણ એક મહિનો ભારતમાં રહ્યો હતો. આ દરમિયાન તેણે પણ આ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરની ભક્ત હોલિવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ છે. આ હનુમાન મંદિરમાં જે આવે છે તેનુ નસીબ ચમકી જાય છે.

10 સપ્ટેમ્બર 1973માં વૃંદાવનની પાવન ભૂમિ પર નીમ કરોલી બાબાનું અવસાન થઈ ગયુ હતુ. પરંતુ કૈંચી ધામ આશ્રમમાં આજની તારીખે વિદેશીઓ આવે છે. એવુ કહેવામાં આવે છે કે આ મંદિરમાં વધારે અમેરિકન્સ જ આવે છે. તે આશ્રમમાં આવે છે અને હનુમાનજીની સેવા કરે છે. ભક્તોની માનીએ તો અહીં બગડેલા કામ પણ બની જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!