પરણિત વિધર્મી યુવકે એક નહી બે યુવતીનુ શારીરિક શોષણ કર્યું ! એકને તો છેલ્લા 5 વર્ષ થી..
હાલમાં જ એક એવી ઘટના બની જે ખૂબ જ ચોંકાવનારી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પરણિત વિધર્મી યુવકે એક નહી બે યુવતીનુ શારીરિક શોષણ કર્યું ! એકને તો છેલ્લા 5 વર્ષ થી..
કામરેજ તાલુકાના ઘલા ગામના પરણીત વિધર્મી યુવકે એકસાથે ગામની જ બે યુવતી સાથે લફરાબાજી કરી બંને યુવતીનું શારીરિક શોષણ કર્યું. આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, આ ઘટના અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કામરેજ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના ઘલા ગામના રાઠોડ ફળિયામાં રહેતા શાહીદ સાદીક શેખ રેતીનો વ્યવસાય કરે છે. ગામની જ યુવતી તેની ઓફિસ અને રહેઠાણના વિસ્તાર નજીકમાં જ રહેતી હોવાથી વારંવાર ત્યાંથી અવર જવર કરતી હતી. શાહીદ શેખે તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા યુવતી શાહીદને શરણે થઈ ગઈ હતી. શાળાકીય અભ્યાસના સમયથી લગભગ પાંચ વર્ષ સુધી શાહિદે યુવતી સાથે ઘરના વાડાના ભાગે તેમજ અલગ અલગ સ્થળે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
શાહીદના લગ્ન થઈ જતા શાહીદ એકાદ માસ સુધી યુવતીથી દૂર રહ્યા બાદ તે પોતાની પત્નીને છુટાછેડા આપ્યા હતા. આ સમયગાળમાં ગામની અન્ય એક યુવતીને પણ શાહીદે તેનો શિકાર બનાવી હતી. જે યુવતી સાથે પણ ગામના જ ફાર્મ હાઉસ સહિત ધોરણ પારડી નજીકના ખેતરાડી વિસ્તારમાં પોતાની ગાડીમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
યુવતીના પરિવારના સભ્યોએ આ અંગે શાહિદ શેખના મામા શોએબ ઉસ્માન શેખને જાણ કરતા હતી. શોએબ શેખે યુવતીના પરિવારને જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી. આ અંગે ગામની પીડીત બંને યુવતીઓના પરિવાર દ્વારા શાહીદ શેખ વિરુદ્ધ પોકસો એકટ તેમજ દુષ્કર્મની જ્યારે તેના મામા સોયેબ ઉસ્માન શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શાહીદ શેખની ધરપકડ કરી હતી શાહીદ શેખની ધરપકડ કરી હતી જ્યારે મામા સોયેબ ઉસ્માન શેખની શોધખોળ આદરવામાં આવી હતી.