ગોલ્ડન બોય નીરજ ચોપડા હવે ટીવી મા પણ છવાયો ! વિડીઓ જોઈ ઓળખી નહી શકો

નસીબ નું પન્નું ફેરવતા એક પળનો વાર નથી લાગતો! એક દિવસ એવો હોય છે, જ્યારે તમને કોઈ ઓળખતું ન હોય  અને અચનાક તમને આખી દુનિયા ઓળખવા લાગે અને સૌ કોઈ જગ્યા માત્ર તમારા નામની જ બોલબાલા હોય તો કેવું લાગે? શુ આ શક્ય છે? હા આવું બન્યું છે કે વ્યક્તિ સાથે જેની આજે જીવનમાં ખૂબ જ સુવર્ણ દિવસો આવી ગયા છે. સમય સમય ની વાત છે, ઈશ્વર અધીરો બેઠો છે તમને સંધુય આપવા બસ તમે જ ઉભા છો ચમચી લઈને દરીયો માંગવા!

સમય આવતા દરેક વ્યક્તિને પોતાના ભાગ્યનું મળી જાય. તેનું ઉત્તમ ઉદારહમહરણ છે, ગોલ્ડ મેડલ ઓલમ્પિક ખેલાડી નીરજ ચોપરા જેને ભાલા ફેંકમાં ગોલ્ડ મેળવીને ઇતિહાસ રચ્યો. ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી.જે વ્યક્તિનાં માતા પિતાને પ્લેન માં બેસવું એક માત્ર સપનું હતું તે પૂરું થયું જ્યારે તે ગોલ્ડ મેડલ જીત્યો. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડ રૂપિયા તેમજ જમીનો સરકારી નોકરીઓ અને અન્ય સંસ્થા તરફથી કરોડો રૂપિયા નીરજ ને મળ્યા છે.

હાલમાં નીરજ ની બ્રાન્ડ વેલ્યુ માત્ર 435 કરોડ રૃપિયા પોહચી ગઈ છે, ત્યારે આ જોતા ખરેખર ગર્વ ની વાર કહેવાય બૉલીવુડ અને ક્રિકેટરો ને પાછળ છોડીને હવે નીરજ જાહેરાતમાં આવી ગયો છે, ત્યારે તે ચર્ચાનો વિષય બન્યો છે.ક્રેડિટ કાર્ડનાં બિલ ચૂકવવાની સગવડ આપતી કંપની ‘ક્રેડ’ એ નીરજ ચોપરાને પોતાની એડમાં ચમકાવ્યો છે. IPLમાં પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવા માટે બનેલી આ એડમાં શરૂઆતમાં એક્ટર જિમ સાર્ભ દેખાય છે, જે પોતાની બ્રાન્ડની વાત કરીને તેને નીરજ ચોપરા સાથે સાંકળતાં કહે છે કે, ‘આ ક્રેડની નવી  ભારતીયો એક્સાઇટેડ થઈ ગયેલા એવો જ હું પણ એક્સાઇટેડ થઈ ગયો છું.’

પાંચ કિરદારોની સિચ્યુએશનમાં મુખ્ય ભૂમિકા ખુદ નીરજ ચોપરાએ જ ભજવી છે! આ અનોખી એડ રિલીઝ થતાંવેંત સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. ખુદ નીરજ ચોપરાએ પણ આ એડ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શૅર કરી છે.ઉલ્લેખનીય છે કે એંસી-નેવુંના દાયકાના સ્ટાર્સને ચમકાવતી CREDની અગાઉની તમામ એડ્સ વાઇરલ થઈ હતી. તેમાં અનિલ કપૂર, બપ્પી લાહિરી, કુમાર સાનુ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, માધુરી દીક્ષિત, ગોવિંદા, ક્રિકેટરો વેંકટેશ પ્રસાદ, જવગલ શ્રીનાથ, રાહુલ દ્રવિડ વગેરે ચમકી ચૂક્યાં છે.ખરેખર આને કહેવાય ભાગ્ય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *