Health

વૃધ્ધ મહિલા ને જોઈને આર્મી જવાન એ કર્યુ એવુ કે ! વિડીઓ જોઈ ને તમે સલામ કરશો

ખરેખર આજના સમયના માનવતા ભાગ્યે જ જોવા મળે છે. આમ પણ કહેવાય છે ને કે ઈસાનિયત દરેક વ્યક્તિઓમાં જોવા નથી મળતી. હાલમાં એક સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે વ્યક્તિઓ છે અને એક વૃદ્ધ મહિલા. આ વીડિયો આપણને ઘણું બધું શીખવી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે માણસ કેટલો નિદર્ય પણ હોય છે, જ્યારે કોઈક વ્યક્તિમાં એટલી જ કરુણતા અને દયા ભાવના હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો અને આ કંઈ જગ્યા નો છે એ વાતની હજુ સુધી કોઈપુષ્ટિ નથી થઈ પરતું આ વીડિયોમાં એક ભારતીય જવાની ઉદારતા અને કરુણતા ભર્યો સ્વભાવ જરૂર દેખાય આવે છે. જવાનો માત્ર દેશની રક્ષા નથી કરતા પરતું તેઓ દેશના સૌ નાગરિકો નું સન્નમાન અને માન આપવાની ફરજ અદા કરવામાં ઓછા નથી પડતા.

આ જ ગુણો તેમને આપણા સૌથી અલગ બનાવે છે. ખરેખર આ વિડિયોમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ મહિલા બંધ દુકાનની આગળ સૂતી છે, અને તેની પરિસ્થિતિ એટલી દયનિય છે કે કોઈપણ વ્યક્તિને દયા ભાવના આવી જાય. પરતું જ્યારે આ દુકાનો માલિક આવે છે, ત્યારે એ આ વૃદ્ધ મહિલા સાથે દુર્વ્યવહાર કરે છે અને તેને પોતાના પગ થી ઉઠાડવવા નો પ્રયત્ન કરે છે અને તેના માથા પર પાણી પણ રેડે છે. ખરેખર એમની માતા સમાન એ વૃદ્ધ મહિલા સાથે એવો વ્યવહાર કરતા તેણે શરમ ન આવી કારણ કે એ વૃદ્ધ મહિલા તેને પગે લાગે છે.

 

આ ઘટના દરમિયાન બાજુમાં એમ ભારતીય જવાન ઉભો હતો અને જ્યારે તેમને આ જોયું તો એમને એ વૃદ્ધ મહિલાને સહારો આપ્યો અને તેમનો સમાન પણ ઉપાડ્યો હતો અને તેમને હાથના પૈસા પણ આપ્યા અને ખરેખર આ કરુણ ભર્યું દ્ર્શ્ય કોઈપણ વ્યક્તિની આંખોમાં આંસુઓ લાવી શકે છે. વૃદ્ધ મહિલા જવાનની આ પ્રેમ ભાવના અને લાગણી જોઈને તેને પગ સ્પર્શવા જઈ છે પરંતુ જવાન તેમને રોકી લઇ છે. ખરેખર આ જવાની આ કરુણતા ને સો સો સલામ.

વીડિયો જુઓ માટે અહીંયા ક્લીક કરો….

આ વાયરલ વિડીઓ ની પુષ્ટી Gujaratiakhbar.com કરતુ નથી. વીડીઓ ની હકીકત અને સત્યતા કેટલી છે તે તપાસ ના અંતે ખબર પડી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!