Gujarat

લગ્ન બાદ પહેલા જન્મદિવસ પર મીનાક્ષી દવેએ ખજુરભાઈનો બર્થ ડે અનોખી રીતે સેલિબ્રેટ કર્યો, સોશીયલ મીડીયા પર શેર કરી આ વાત…જુઓ તસવીરો

આજે ગુજરાતના લોક લાડીલા ખજૂરભાઈ એટલે કે નિતીન જાનીનો જન્મદિવસ છે. આજના દિવસે ખજૂરભાઈના સૌ કોઈ ચાહકો તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે, ત્યારે તેમના પત્ની મીનાક્ષી દવેએ ખાસ રીતે જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે. તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈ સાત સંમદર દૂર હોવા છતાં પણ મિનાક્ષી દવેએ સોશિયલ મીડિયા અને પોતાની દિલની ખાસ વાતથી ખજૂરભાઈનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.

મિનાક્ષી દવે એ ખજૂરભાઈ સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરતા હોય તેવી તસવીરો પોસ્ટ કરી છે, સાથે કેપશનમાં લખ્યું છે કે, happy Birthday to my🌍❤️ may Mahadev guide your steps and prosper you in everything you do.🙏Words shall never do justice to how I feel about you & the fact that I lucked out marrying the best man in the world.Thank you for everything that you do & what you are❤️ Love you so much @nitinjani24 ❤️🥰

ખરેખર મિનાક્ષી દવેએ ખજૂરભાઈને ખુબ જ સુંદર રીતે જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે. મીનાક્ષી દવેએ લખ્યું છે કે, મહાદેવ તમને જીવનના દરેક પગલે માર્ગદર્શન આપે તેમજ તમે જે પણ કંઈ કરો તેમાં તમને સમૃદ્ધિ આપે. હું તમારા વિષે જેવું અનુભવું છે, તે શબ્દોમાં વર્ણવી ન શકાય. હકીકત તો એ છે કે, હું નસીબદાર છું કે મારા લગ્ન વિશ્વના શ્રેષ્ઠ માણસ સાથે થયા છે.તમે જે કરો છો અને તમે જે છો તે માટે તમારો આભાર❤️ હું તમને ખૂબ જ પ્રેમ કરું છું

હાલમાં સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે તેમજ ખજૂરભાઈના સૌ ચાહકો તેમને શુભકામના પાઠવી રહ્યા છે. આપણે જાણીએ છે કે લોકો ખજૂરભાઈ ને ભગવાન તુલ્ય ગણે છે, ખજૂરભાઈ અનેક લોકોના આધાર બન્યા છે. સેવા તેમનું જીવન છે અને સેવા થકી જ તેઓ આજે લોકોમાં ખાસ વ્યક્તિ તરીકે પોતાની છબી બનાવી છે, જે લોકોના હૈયામાં ચીતરાયેલી છે. ખરેખર ખજુરભાઈના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે,ખજૂર ભાઈ ગુજરાતના એક એવા વ્યક્તિ છે, જેમણે ની:સ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!