વધુ એક ભુવા ની કાળી કરતુત ! ઘરમા દાટેલું ધન કાઢી આપવાના બહાને પરિવાર પાસેથી 32 લાખ…જાણો પુરી ઘટના
ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ખાસ કરીને નકલી તાંત્રિક અને ભુવા બનીને લોકોની સાથે છેતરામણી કરે છે. આઈ.એમ.ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ભુવાજીએ ઘરમા દાટેલું ધન કાઢી આપવાના બહાને પરિવાર પાસેથી 32 લાખ પડાવી લીધા. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ઘટના ક્યાંની છે અને કઈ રીતે ભુવાએ પૈસા પડાવ્યા? આ તમામ વિગતો અમે આપને આ બ્લોગમાં જણાવીશું.
આ ઘટના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડિયાગામની છે. આ ગામમાં આવકાર ધામ આશ્રમ આવેલ છે અને આ આશ્રમના જ ભુવા દલપતસિંહ રાઠોડે અમદાવાદના નિકોલમાં રહેતા બહેનની પરિસ્થિતિનો લાભ લઈને સમગ્ર ખેલ રચ્યો. વિગતવાર જાણીએ તો અમદાવાદના નિકોલમાં રહેતો પરિવાર સિલાઈનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતાં હતા. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આજથી 5 વર્ષ પહેલા મહિલાએ આ વાત આવકાર ધામના ભુવાજીને કરી હતી.
આ તકનો ભુવાજી લાભ લઈને પીડિત મહિલાને કહ્યું કે આ આર્થિક સંકડામણ પાછળ કોઈએ મેલું કર્યું છે અને અમને તમારા ભાગીદાર પર શંકા છે અને દૂર કરવી જોશે. આ પછી બીજા જ દિવસે તેમ કહ્યું કે તમારા ભાઈ પર મેલું કર્યું છે એટલે દૂર કરવા વિધિ કરાવવી પડશે. એમ કહીને બે વાર 90 હજાર પડાવી લીધા.
મહિલા ફરીવાર જ્યારે ભુવાજીને મળવા ગઈ ત્યારે તેમણે કહ્યું કે તમારા ઘરમાં ધન દાટેલ છે જેને બહાર કાઢવા ખાસ ધૂપ લેવો પડશે અને તેના માટે ભુવાજીએ 2.33 લાખ રૂપિયા પરિવાર પાસેથી પડાવ્યાં.
ભુવાજીએ આખરે ધૂપની 6 પડીકી આપી જે ઘરમાં ચાર દિશામાં અને બે તેના મમ્મી પપ્પાના તકિયા નીચે રાખવાનું કહ્યું કારણ કે તેનાથી કઈ જગ્યાએ ધન છુપાયેલ છે તેંનું સપનું આવશે. પરિવારને સપનું ન આવતા ફરી ભુવાજીને સંપર્ક કર્યો એટલે તેમણે કહ્યું કે ધન ઉપર નાગ બેઠો છે એટલે એને દૂર કરવા ત્રણ પડીકી લેવી જોશે એમ કહીને 1.33 લાખ રૂપિયા વસૂલી લીધા. કંઈપણ પરિણામ ન મળતા પરિવાર આશ્રમએ ગયો.
ભુવાજીએ ફરી એકવાર પોતાનો ખેલ રચ્યો અને મહિલાને કહ્યું કે તમારી સાસુ પર મુઠ મારેલ છે અને એનો ડર બતાવીને 5.80 લાખ રૂપિયાની રકમ પડાવી હતી. આ રીતે છેલ્લા 5 વર્ષમાં ભુવાજીએ પરિવારને ડર અને ધન કઢાવવા બાબતે કુલ 31.96 લાખ રૂપિયા પડાવી લીધા. પરિવાર ભુવા પાસે નિવારણ ની વાત કર તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. આખરે આ પરિવારને સમજાયું કે અમારા સાથે છેતરપિંડી થઈ છે, જેથી તેમણે ફરિયાદ નોંધાવેલ.