અમદાવાદનું એક એવુ મંદિર જયાની માનતા રાખવાથી વિઝા મળી જાય છે!! જાણો ક્યાં આવ્યું છે આ મંદિર ને શું ખાસિયત
દરેક વ્યક્તિ આજે વિદેશ જવાનું સપનું જોવે છે, વિદેશ જવાનું સપનું સાકર થવું એટલું સરળ નથી કારણ કે વિઝા મળવાની કામગીરી ખુબ જ કઠિન હોય છે, જેથી અનેક લોકો વિઝા મેળવવા માટે ઓફિસના ચક્કર લગાવે પડે છે.વિઝા ન મળવાના કારણે અનેક લોકોનું વિદેશ જવાનું સપનું અધૂરું રહી જાય છે, આજે અમે આપને એક એવા ચમત્કારી મંદિર વિષે જણાવીશું, જ્યાં અનેક લોકોનું વિદેશ જવાનું સપનું સાકાર થયું છે.
ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે, જ્યાં માનતા રાખવાથી લોકોને વિઝા મળી જાય છે. તમને જણાવી દઈએ કે આ ચમત્કારી મંદિર ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ છે. આ મંદિર ક્યાં આવેલું છે, તે મનમાં સવાલ જરૂર થતો હશે? ચાલો અમે આપને જણાવી કે વિઝા મેળવવાનું આ દિવ્ય સ્થાન ક્યાં આવેલું છે. વિઝા મેળવવાનું આ મંદિર અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં આવેલું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મંદિરમાં હનુમાનજી બિરાજમાન છે. હનુમાનજી પાસે માનતા રાખવાથી લોકોને વિઝા મળી જાય છે. જેથી આ મંદિરના હનુમાનજી ને લોકો વિઝા હનુમાન તરીકે બોલાવવા લાગ્યા છે.
આ મંદિરમાં લોક માન્યતા છે કે, વિઝા હનુમાન મંદિરમાં પાસપોર્ટ સાથે લઇને હનુમાનજીના ચરણમાં અપર્ણ કરવાથી વિઝા મળી જાય છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે, ‘વર્ષો પહેલા એક મહિલા એ તેની દીકરીના વિઝા લાગી જાય એ માટે આ મંદિરમાં માનતા રાખી હતી અને એ મહિલાની માનતા પૂરી પણ થઇ હતી. આ વાત વાયુવેગઈ પ્રસરતા સૌ કોઈને હનુમાનજી પર અતૂટ શ્રદ્ધા બંધાઈ ગઈ અને હનુમાનજી સૌની માનતા પણ સ્વીકારે છે, જેથી સૌ કોઈનું વિદેશ જવાનું સપનું સાકાર થાય છે. આ મંદિર સવારે 7:30થી કરીને સાંજે 7:30 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે અને ખાસ કરીને શનિવારે આ મંદિર સાંજે 9 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.