ઓપરેશન દરમ્યાન 13 વર્ષની છોકરીના પેટમાંથી ડોક્ટર એવી વસ્તુ કાઢી કે જાણી ને તમે પણ ધૃજી જશો ! જુઓ શુ છે…
માણસ જન્મે ત્યારથી જ અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બનતો રહે છે. આપણે જાણીએ છે કે, ખરું ધનનો સ્વાસ્થ્ય છે. હાલમાં જ એક એવી ઘટના બની કે, ઓપરેશન દરમ્યાન 13 વર્ષની છોકરીના પેટમાંથી ડોક્ટર એવી વસ્તુ કાઢી કે જાણી ને તમે પણ ધૃજી જશો ! આપણે આવા અનેક પ્રકારના તબીભી કિસ્સાઓ વીશે સોશીયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલમાં જોવા મળે છે. ફરી એકવાર ખૂબ જ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે.
હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, વસઈની એક ખાનગી હૉસ્પિટલમાં એક અજીબ કેસ આવ્યો હતો. છેલ્લા થોડા સમયથી 13 વર્ષની છોકરીના પેટમાં સખત દુખાવો તેમ જ ઊલટી અને અપચાની ફરિયાદ રહેતી હોવાથી તેને ખાનગી ક્લિનિકમાં ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી. છોકરીને આપવામાં આવેલી દવાનો કોર્સ પૂરો થયા પછી પણ તબિયતમાં સુધારો થયો નહોતો. તે કંઈ પણ ખાધા પછી તરત જ ઊલટી કરી દેતી હોવાથી તેનાં મમ્મી-પપ્પા તેને વસઈ-પશ્ચિમમાં આવેલી ડિસોઝા હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં.
હોસ્પિટલમાં છોકરીની જ્ સોનોગ્રાફી કરવામાં આવતાં તેના પેટમાં મોટા પ્રમાણમાં વાળનો ગુચ્છો જોવા મળ્યો હતો.
લગભગ એકથી દોઢ કલાક ચાલેલી સર્જરીમાં ૧૩ વર્ષની છોકરીના પેટમાંથી ૩૨ ઇંચના રગ્બી બૉલના કદનો વાળનો ગુચ્છો દૂર કરવામાં આવ્યો હતો.‘ માતા-પિતાએ પણ ચોંકાવનારી વાત જણાવી કે તેમની દીકરી છેલ્લાં ૭-૮ વર્ષથી તેના વાળ ગળી જતી હતી.ડૉક્ટરોએ જણાવ્યા અનુસાર દીકરીને રેપુંઝેલ સિન્ડ્રૉમ નામની સમસ્યા હતી, જેમાં વ્યક્તિ પોતાના જ વાળ ગળી જતી હોય છે.
વાળના આ ગુચ્છા સાથે ખોરાકના કણો તથા પાચક રસ મિશ્રિત હતા. વાળનો ગુચ્છો અને આંતરડાના પાચક રસને કારણે તે કંઈ પણ ખાય તો પાછું કાઢી નાખતી હતી તેમ જ સતત પેટમાં દુખાવાની ફરિયાદ કરતી રહેતી હતી. તેની ભૂખ મરી ગઈ હતી તથા કંઈ પણ ખાઈ-પી ન શકતી હોવાથી ઘણી નબળી પડી ગઈ હતી. અમે વાળના ગુચ્છાને સફળપણે દૂર કર્યો હતો. હાલમાં તેને હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.’