અમદાવાદની યુવતી ઘરે થી ભાગી પ્રેમીના ઘરે પહોંચી ગઈ પરંતુ ત્યા એવો આંચકો લાગ્યો કે પાછુ માતા પિતાના ઘરે આવું…

હાલ ના સમય મા અનેક એવા પ્રેમ સંબંધ અને લફરા ના કિસ્સાઓ સામે આવે છે કે જાણીને આપણે હેરાન રહી જતા હોઈ એ છીએ એમા પણ હાલ ના સમય મા નાની વય ના પ્રેમી ઓ થોડી જ વાર મા મોટી ભુલ કરી બેસે છે અને પછાવાનો વારો આવે છે જ્યારે હાલ જ એવો કિસ્સો સામે આવ્યો છે જેમા એક યુવતી પ્રેમી સાથે રહેવા માટે પ્રેમી ના ઘરે પહોંચી ગઈ હતી પરંતુ પરત માતા પિતા ના ઘરે આવું પડ્યુ હતુ.

જો આ અંગે વિગતવાર વાત કરવા મા આવે તો અમદાવાદ શેહેર ના ચાંદખેડા વિસ્તારમાં આ કિસ્સો સામે આવ્યો હતો જેમા એક CA નો અભ્યાસ કરતી યુવતી સાથે જ અભ્યાસ કરતા 19 વર્ષ ના યુવક ના પ્રેમ મા પડી હતી અને બન્ને વચ્ચે હરવા ફરવાનું ચાલુ થયુ હતુ જ્યારે યુવતી ના માતા પિતા દ્વારા યુવતી ના લગ્ન અન્ય યુવક સાથે કરી દેતા મામલો બિચક્યો હતો.

જ્યારે યુવતીને આ વાતની જાણ થતા ની સાથે જ યુવતી માતા પિતા નુ ઘર છોડી પ્રેમી ના ઘરે પહોંચી ગઈ હતી જ્યારે ત્યા પહોંચતા જ યુવક ના માતા પિતાએ યુવતીને જણાવ્યું કે, તેમના દીકરાની ઉંમર 19 વર્ષ હોવાથી લગ્ન નહીં કરાવી શકે. સાથે જ યુવતીને પોતાના ઘરે પાછા ફરવા માટે સમજાવી હતી. જે બાદ યુવતી રડવા લાગી હતી અને પોતાના પિતાના ઘરે પાછી ફરી હતી. પરંતુ તેઓ પણ તેને રાખવા તૈયાર નહોતા. જેથી યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માગી હતી.

જ્યારે આ સમગ્ર મામલા મા 181 ની ટીમે મધ્યસ્થી કરી યુવતી નુ કાઉન્સિલીંગ કર્યુ હતુ અને સાથે યુવતી ના માતા પિતા નુ પણ કાઉન્સિલીંગ કરી સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો અને યુવતી ને સમજાવ્યુ હતુ કેસાથે જ યુવતી ફરી આવી હરકત નહીં કરે અને સીએના અભ્યાસમાં પૂરતું ધ્યાન આપશે અને ઉજળું ભવિષ્ય બનાવશે તેવી બાંહેધરી આપી હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *