Gujarat

માતા પિતા જરૂર વાંચે! ભૂલથી તમારા બાળકને એકલા લિફ્ટમાં ન જવા દેતા, સુરતમાં ૧૨વર્ષીય તરુણનું લીફ્ટમા માથું ફસાઈ જતા મોત થયું….

દરેક માતા પિતાઓએ પોતાના સંતાનોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે, બાળક રમત રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. હાલમાંજ સુરત શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો માતા પિતાએ માટે લાલ બત્તી સમાન છે. ચાલો આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે ઘટના શું ઘટી?

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર  સુરતના ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 12 વર્ષીય તરૂણનું  માથું ફસાઈ જતા દુઃખદ નિધન થયું. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારજનોના પણ દુઃખનો માહોલ છવાઇ ગયો છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ કે, આખરે ક્યાં કારણોસર આ ઘટના બનેલી?

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે,
હાલમાંજ ઓરીસ્સા થી વેકેશનની રજા માણવા આવેલ રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશએ વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો અને આ જ તરુણનું લિફ્ટની અંદર માથું ફસાઈ જતાં મોત નિપજ્યું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને ચેતવણી ભરી, તમારા બાળકને ક્યારેય પણ એકલા લીફ્ટમાં ન જવા દેવા જોઈએ કારણ કે દુર્ઘટના ગમે ત્યારે ઘટી શકે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!