Gujarat

અમેરીકા મા પટેલ યુવાનની ગોળી મારી હત્યા કરાઈ ! જુઓ વિડીઓ સમગ્ર ઘટના કેવી બની.. એક ગોળી છાતી મા તો બીજી ગોળી..

હાલ ના સમય મા અનેક ગુજરાતી લોકો ધંધા અને રોજગાર માટે વિદેશ મા વસી ગયા છે જેને આપણે NRI કહેયે છીએ જ્યારે છેલ્લા ઘણા સમય થી વિદેશ મા ગુજરાતી ઓ ની હત્યા કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે જે રોકાવાનું નામ નથી લઈ રહ્યો થોડા દીવસ પહેલા જ ગુજરાતી યુવાન ન્યુઝીલેન્ડ મા ચપ્પુ ના ઘા જીકી હત્યા કરવામા આવી હતી જ્યારે હવે ફરી અમેરીકા મા એક પટેલ યુવાન ની ગોળી મારી હત્યા કરાઈ છે.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો કડીના ઊંટવા ગામનો યુવક કે જેનું નામ વિશાલ પ્રવીણભાઈ પટેલ (ઉં.વ.36) પોતાના પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં વસવાટ કરે છે અને નેસવીલના ટેનિસિમાં યુવક પોતાનો સ્ટોર ધરાવે છે અને ધંધો કરતો હતો. જ્યારે આ ઘટના 28 /11 ના રોજ બની હતી જેમા જેમા બે યુવકો અચાનક જ સ્ટોર મા ઘુસી ગયા હતા.

પોતાના સ્ટોર મા હાજર વિશાલ પ્રવીણભાઈ પટેલ હજી કાઈ સમજી શકે એ પહેલા જ બન્ને યુવકો માથી એક યુવકે અચાનક જ ફાયરીંગ કરી દીધુ હતું જેમા વિશાલ ને પહેલી ગોળી છાતી ના ભાગે જ્યારે બીજી ગોળી માથા ના ભાગે વાગી હતી જ્યારબાદ વિશાલ સ્ટોર મા જ ઢળી પડયો હતો અને મોત થયું હતું. જ્યારે સમગ્ર ઘટનાક્રમ સ્ટોર મા લાગેલા cctv મા કેદ થયો હતો.

આ ઘટના ને લીધે ગુજરાત કડી તાલુકાના ઊંટવા ગામ મા વિશાલ ના કુટુંબી જનો અને ગામજનો મા દુખ ની લાગણી ફેલાઈ ગઈ હતી જ્યારે થોડા દીવસ પહેલા જ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા 32 વર્ષીય જનક પટેલની લૂંટારાઓએ હત્યા કરી હતી જેના કારણે વિદેશ મા વસતા ગુજરાતીઓ મા ડર નો માહોલ ફાલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!