હિંમતનગર ની પટેલ દીકરી એ અનોખી સિધ્ધી મેળવી ! ઇંગ્લેન્ડમાં યોજાનાર કોમનવેલ્થમાં….
સમગ્ર રાજ્યમાં રમતવીરોને તેમના રમતમાં પ્રોત્સાહન મળે અને પોતાની રમતમાં આગળ વધે તે માટે જ સરકારે ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવા પ્લેટફોર્મ ઉભા કર્યા છે. અને તેના જ આધારે ગામડાના અંદરના વિસ્તારમાં રહેતા રમતવીરો પણ ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયામાં ભાગ લઈ પોતાની આવડત બતાવી રહ્યા છે. અને તેના જ આધારે ઇંગ્લેન્ડમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતમાં આવેલ હિંમતનગરની એક દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભક્તિ પટેલ નામની દીકરીની ગુજરાતની ટીમમાં પસંદગી થયેલ છે. અને ભક્તિ પટેલે તલવારબાજી શીખી છે અને તેમાં પોતાનું ઉત્તમ પ્રદર્શન કરી શકે તે માટે તેને ઓડીશા પણ મોકલવામાં આવશે.
હિંમતનગરના જયેશભાઈ પટેલ ની દીકરી ભક્તિ પટેલ ધોરણ 12 માં અભ્યાસ કરે છે, અને તે હજુ માત્ર 17 જ વર્ષની છે. પરંતુ તે અભ્યાસ કરવાની સાથે-સાથે તલવારબાજીનો પણ ખૂબ જ શોખ ધરાવતી હતી, આમ તેનો આ શોખ તેને આજે કોમનવેલ્થ ગેમ્સ સુધી લઈ ગયો છે. અને તેના જ આધારે ભક્તિ પટેલના પિતા જયેશભાઈએ જણાવ્યું હતું કે તેમની દીકરીને અભ્યાસની સાથે સાથે તલવારબાજીનો પણ શોખ હોવાથી અમે તેને તલવારબાજી પણ શીખવાડી હતી.
આમ હિંમતનગરમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તેમના એક કોચ અનિલ ખત્રીની મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમને તેમની દીકરી ભક્તિ પટેલને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. અને તેના જ આધારે આજે તેમની દીકરી રાજ્યના ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ મેળવી શકી છે. ત્યારબાદ આગળ તેમના પિતાએ જણાવ્યું હતું કે ખૂબ જ પરિશ્રમ કરવાના કારણે તેને રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું અને તેના આધારે ઇંગ્લેન્ડમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની તૈયારી શરૂ કરવા માટે ઓરીસ્સાના કટક માં આવેલ જવાહરલાલ નહેરુ ઇન્દોર સ્ટેડિયમ માં તાલીમ માટે ભક્તિ પટેલની પસંદગી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય પરિવારમાંથી આવતા ભાટ પ્રતીક તથા ભાટ સુનીલ અને પ્રજાપતિ જલ્પ પણ 9 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ની તૈયારી માટે ઓરિસાના કટક ખાતે તાલીમ મેળવવા માટે જવાના છે અને આમ તેઓ પણ પોતાના જિલ્લાનું ગૌરવ વધારશે અને જિલ્લાનું નામ આગળ કરશે.