એક પટેલની દીકરીની સત્ય ઘટના વાંચશો તો આંખ મા આંસુ આવી જશે
આપણે ત્યાં સૌ કોઈ માનીએ છે કે, ઈશ્વર જે કરે છે તે ઠીક જ હોય છે! આજે આપણે એક એવી દીકરીના જીવનની વાત વિશે જાણીશું જે, તમારી આંખોમાંથી આંસુઓ લાવી દેશે. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ અને હદય સર્પશી છે. ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે તેને આ દુઃખ ને પણ પોતાનું જીવન બનાવ્યું અને આજે સમાજના લોકો માટે એક ઉત્તમ પ્રેરણારૂપ બની છે. સમાજમાં આજે અનેક લોકો હોય છે પરંતુ ભાગ્યે જ આવા લોકો જોવા મળે છે જે અનેક લોકો માટે મિશાલ બને છે.
આ જગતમાં મનાવતા મોટો ધર્મ છે. સમયની સાથે બધું જ બદલાઇ જાય છે. આપણે આપણા થી નિર્બળ લોકોની મદદ કરવી જ જોઈએ. ત્યારે આજે આપણે વાત કરીશું એક એવા રાજસ્થાન મા વસતી પૂજા પટેલનાં જીવનની ઘટના વિશે જાણીશું. પોતાની ગર્ભાવસ્થા દરમિયાન પોતાના શિશુ ને લઈ ને અનેકવિધ સ્વપ્નો જોતી હતી કે મારા શિશુ ને હુ જયપુર ની સૌથી શ્રેષ્ઠ શાળ અભ્યાસ કરાવી અને પોતાના પુત્ર માટે ખૂબ જ સપના જોયેલ અને પૂજા ને ત્યા પુત્ર નો જન્મ થયો અને આ પુત્ર માનસિક રીતે અશક્ત હતો.
હવે વિચાર કરો કે, 9 મહિના સુધી ગર્ભમાં રહેલ સપના જોયેલા પૂજાને ત્યાં માનસિક બીમારી થી પીડિત પુત્ર આવ્યો. પૂજા નો આ પુત્ર હાલ ૧.૫ વર્ષ ની આયુએ પહોચ્યો. તેનકઈ બોલી શકતો કે ના તો ચાલી શકતો કે ના તો સમજી શકતો. જયપુર ના સૌથી બેસ્ટ ડોક્ટર પાસે પૂજા ના આ પુત્ર નુ નિદાન ચાલી રહ્યુ હતુ. પરંતુ, એક દિવસ ત્યા ના એક તબીબ કહ્યું કે , જીવનભર આ જ અવસ્થામાં રહેશે.
આ વાત સાંભળીને પોતાનુંજીવન ટૂંકાવવા નો નિર્ણય લઈ લીધો હતો અને એટલા મા જ ફોન આવ્યો અને પૂજાબેન નો ફોન મા રુદન ભરેલો સ્વર સાંભળી ને ડોકટર સમજી ગયા કે કઈક તો અઘટીત ઘટના બનવાની છે.ડોક્ટરે પૂજાબેન ને તેમના પુત્ર સાથે તેમના ઘરે મળવા બોલાવ્યા. પૂજાબેન તેમના પુત્ર ને લઈ ને ડોક્ટરે ના ઘરે પહોચ્યા અને પોતાના આત્મહત્યા ના નિર્ણય વિશે જણાવ્યુ. તમે આ પુત્ર ના કારણે જ આત્મહત્યા નુ વિચારી રહી હતી તો આજે હુ તને આ પુત્ર ની જવાબદારી મા થી મુક્ત કરુ છું, ત્યારે આ સાંભળીને પૂજા રડવા લાગી અને ડોક્ટરે કહ્યું કે, કર્મનું ફળ દરેક વ્યક્તિ ભોગવવું પડે છે.
આ પુત્ર તને તારા કર્મ ના ફળ સ્વરૂપે મળ્યો છે અને કેટલા જન્મ સુધી તારા કર્મ થી ભાગતી રહીશ.આખરે પૂજા પોતાના દીકરાનો ઉછેર લાડ કોડ થી કર્યો.પૂજાબેન નો પુત્ર બે વર્ષ નો થયો અને ચાલતો પણ થયો. પરંતુ જ્યારે તેઓ તેમના પુત્ર ને નોર્મલ વિદ્યાર્થીઓ ની શાળા મા દાખલ કરાવવા ગયા તો ત્યા તેને એડમીશન આપવાની ના પાડી દીધી. ત્યારબાદ પૂજાએ તેના પુત્ર વાસુ ને જયપુર ની એક માનસિક બાળકો ને સાચવતી શાળા મા દાખલ કર્યો. અહી પૂજા ના પુત્ર જેવા બીજા ઘણા બાળકો હતા.
આ બાળકો ને જોઈને પૂજાએ એક દ્રઢ નિશ્ચય કર્યો કે તેને આ બાળકો માટે કઈક કરવુ છે. ત્યારબાદ તે રાજસ્થાન થી રાજકોટ આવી અને ત્યાં માનસિક તથા શારીરિક રીતે અશકત બાળકો ની મદદ કરતી સંસ્થા નુ નિર્માણ કર્યુ. શરૂઆત મા ફક્ત ૪-૫ બાળકો આ સંસ્થા મા હતા. પરંતુ , હાલ ૧૨૦ થી વધુ બાળકો ને આ સંસ્થા સાચવી રહી છે. ખરેખર આજના સમયમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. પૂજાનાં જીવનમાં ઈશ્વરે ના ધારેલું દુઃખ આપ્યું પરતું તેને હસતા મોંઢે એ દુઃખ ને સ્વીકારી મને જીવનભરનું સુખ માનીને પોતાનું જીવન સમર્પિત કરી રહી છે.