પટેલ પરિવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો ! ઘરમા લગ્ન સમયે જ એવી ઘટના બની કે ત્રણ લોકો નો જીવ એક સાથે વયો ગયો
રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર પરસાદ ગામ નજીક નડિયાદના પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો.આ દુઃખદ બનાવમાં એકી સાથે પરિવારના 3 લોકો મુત્યુ પામ્યા. યુવાન દિકરાના લગ્ન માટે કંકોત્રી કુળદેવી માતાજીને ત્યાં મુકવા ગયા અને પરત આવતા પીકઅપ વાને કારને ટક્કર મારી પડખુ ચીરી દેતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો અને કારમાં બેઠેલા ત્રણ લોકોના જીવ લઈ લીધા.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર આવેલ કલેકટરના બંગલાની સામે વસંત વિહાર સોસાયટીમાં રહેતા 58 વર્ષિય હેમેશભાઈ આપાભાઈ પટેલ પોતે નડિયાદ સ્થિત LIC કચેરીમા H.G.A.માં હતા અને તેઓ ઈન્ડિયા NOIW યુનિયનના પ્રમુખની પણ જવાબદારી સંભાળતા હતા. તેમનો એકનો એક દિકરો સંકેત જે હાલ કેનેડા રહે છે.
સંકેતના લગ્નની તારીખો જોવાઈ જતાં જાન્યુઆરીમા લગ્ન પણ ગોઠવાઈ ગયા હતા. પરિવાર તથા કુટુંબના તમામ લોકો લગ્નની તૈયારીઓમા વ્યસ્ત હતા. કપડા, ઘરેણાની ખરીદી સહિત મંડપ ડેકોરેશન અને અનેક નાની મોટી વસ્તુના બુકિંગ પણ કરી દીધા હતા. પહેલી કંકોત્રી રીતી રીવાજ મુજબ કુળદેવી માતાજીને ત્યાં મુકવા જવાનો એ હરખનો દિવસ પણ આવી ગયો હતો.
તા. 15-16 ઓક્ટોબરના રોજ હેમેશભાઈ પટેલ (ઉ.વ.58) તેમની પત્ની રાજુલાબેન (ઉ.વ.52), ભત્રીજા વહુ હિરલબેન પ્રમિતભાઈ પટેલ (ઉ.વ.40), ભત્રીજો પ્રમિત પટેલ અને અન્ય એક એમ કુલ 5 સભ્યો શની-રવિની રજામાં અહીયાથી ક્રેટા કારમાં બેસી રાજસ્થાન સ્થિત આવેલ પોતાની કુળદેવી ભદ્રકાળી માતાજીને લગ્નની કંકોત્રી માતાજીના ચરણોમાં અર્પણ કરવા ગયા હતા.16મી ઓક્ટોબર બપોરના દોઢ-બે વાગ્યાની આસપાસ રોગ સાઈડે આવેલા પીકઅપ વાને ઉપરોક્ત હેમેશભાઈની કાર સાથે અથડાવી ગમખ્વાર અકસ્માત સર્જયો હતો.
. પટેલ પરિવારના ઘરમાં લગ્નની કંકોત્રી છપાઈને પડી હતી ત્યાં મરણની કાળોતરી લખવી પડી તેવી પરિસ્થિતિના નિર્માણથી પરિવારમા ભારે ગમગીની અને આક્રંદ છવાયો છે. મહત્વનુ છે કે, આ હેમેશભાઈ પટેલને નોકરીમાથી વય નિવૃતના ગણતરીના એકલ દોકલ વર્ષો જ બાકી રહ્યા હતાં. તો વળી દિકરો સંકેત પણ કેનેડામા રહી પોતાના લગ્નની તૈયારીઓ કરતો હતો. તેવામાં આ હસીખુશીના દિવસો દુખના દિવસોમાં ફરી વળ્યા છે.