સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 193થી વધુ ગુનાઓમાં સામેલ પાંચ બૂટલેગરો પર રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી ! જાણો કોણ કોણ છે લીસ્ટ મા…

આપણે જાણીએ છે કે, લઠ્ઠાકાંડ બાદ સ્ટેટ મોનિટરિંગ ટીમ ખૂબ જ એક્શન મોડમાં આવી હતી. હાલમાં દિવાળી અને ચૂંટણીનો માહોલ છવાયેલો છે,ત્યારે બુટેલગરોને પડકવા માટે ખાસ કરીને.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા  193થી વધુ ગુનાઓમાં સામેલ પાંચ બૂટલેગરો પર રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આ લિસ્ટમાં કોણ કોણ કુખ્યાત બુટલેગરો સામેલ છે.

અન્ય રાજ્યોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં ઘૂસાડવા તેમજ અલગ-અલગ જિલ્લાઓમાં તેનું વેચાણ કરવાનારા બૂટલેગરો ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલએ ધોંસ બોલાવી હોય અનેક પકડાઈ ગયા છે પણ અનેક લિસ્ટેડ બૂટલેગરો એવા છે જેઓ પોલીસને ચકમો આપી રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના તેમજ વેચવાના 193થી વધુ ગુનાઓમાં સામેલ પાંચ બૂટલેગરો પર રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘૂસાડનાર પ્રોહિબીશનના મોસ્ટ લિસ્ટેડ બૂટલેગરોને પકડવાની કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
પાંચ બૂટલેગરો એવા છે જેનાં પર 193 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હોવાથી તેમને પકડવા જરૂરી બની જાય છે. આ પાંચ બૂટલેગરની માહિતી આપશે તો આરોપીદીઠ રૂા.25,000ની રોકડ ઈનામ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આપવામાં આવશે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જેના ઉપર ઈનામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મહારાષ્ટ્રના વિશ્વાસ ભીમરાવ ગડરી (બોડોગે) (71 ગુના), પિન્ટુ ઉર્ફે બારડોલી પરસોત્તમ પટેલ (32 ગુના), દેવેન્દ્ર ઉર્ફે બંસી રામકુલસિંગ પરિહાર-ઉત્તરપ્રદેશ (20 ગુના), સુનિલ ઉર્ફે અદો પ્રકાશમલ કેવલરામાણી-વડોદરા (પાંચ ગુના) અને સુનિલ ઉર્ફે ભંવરલાલ મોતીલાલ દરજી-રાજસ્થાન (65 ગુના)નો સમાવેશ થાય છે. એસએમસી દ્વારા પ્રત્યેક બૂટલેગરદીઠ રૂા.25,000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે

આ પાંચેય બૂટલેગરો ગુજરાતથી દુબઈ ફરાર થઈ ગયા બાદ પકડાઈ ચૂકેલા વિનોદ સિંધી અને થોડા સમય પહેલાં જ પકડાયેલા વઢવાણના બૂટલેગર નાગદાન ગઢવી સાથે સંડોવાયેલા છે. આ આખીયે સિન્ડીકેટ દ્વારા રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાંથી વિદેશી દારૂ લાવીને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ઘૂસાડવામાં આવતો હતો.

સ્ટેટ મોનિટરિંગ ટીમે જાહેર કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ પાસે આ બૂટલેગરો અંગેની જાણકારી હોય તો તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા (મો.નં.99784 09153)નો સંપર્ક સાધીને બાતમી આપી શકશે. પોલીસ દ્વારા બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ ભારપૂર્વક જણાવાયું છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *