લોક લાડીલા ખજુરભાઈ માણી રહ્યા છે વિદેશમાં મોજ! બેસ્ટોન સિટીના રસ્તા પર કરાવ્યું ગજબ ફોટોશૂટ, જુઓ ખાસ તસવીરો
ગુજરાતના લોકપ્રિય ખજૂરભાઈ હાલમાં વિદેશ પ્રવાસ પર છે, ત્યારે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ ચાહકોને આ વાત જણાવી છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પોતાના ચાહકોને અપડેટ્સ આપી રહ્યા છે, થોડા જ દિવસ પહેલા જ ખજુરભાઈ એ વિદેશમાં કરેલ શૂટિંગ ની ખાસ તસવીરો શેર કરી હતી, ત્યારબાદ ફરી એકવાર તેમને પોતાના ભાઈ સાથેની ખાસ તસવીરો શેર કરી છે.
ખજુર ભાઈ એ બેસ્ટોન સિટીમાં હળવાશની પળ માણી રહ્યા છે, ખરેખર આ ખાસ તસવીરો હાલમાં ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ખજુરભાઈ એ આ ખાસ તસવીર સાથે એક ખૂબ જ સરસ કેપશન લખ્યું છે. ” Your most important work is always ahead of you, never behind you.”
” તમારું સૌથી મહત્વપૂર્ણ કાર્ય હંમેશા તમારી આગળ હોય છે, ક્યારેય તમારી પાછળ નથી.” ખરેખર ખજુર ભાઈ એ સાચી વાત કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજૂરભાઈએ પોતાનું જીવન લોક સેવા માટે સમર્પિત કર્યું છે.
ઘણા સમયથી તેઓ લોકોના ઘર બનાવી રહ્યા છે, સૌથી ખાસ વાત એ છે કે તેમના લગ્ન બાદ પણ તેઓ પોતાના પત્ની સાથે ફરવા નહોતા ગયા કારણ કે અનેક લોકોના ઘર બનાવવાના બાકી હતા. ખજૂરભાઈ ખરેખર ખુબ જ સેવાભાવી વ્યક્તિ છે, અત્યાર સુધી તેમને 100 થી વધુ લોકોના ઘર બનાવ્યા હશે.ખજૂરભાઈના આપણે જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે, તેઓ પોતાના કાર્ય પ્રત્યે ખૂબ જ નિષ્ઠા ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.