Gujarat

રોડમાં અકસ્માત થતાં PI એ ઈજાગ્રસ્તને તાત્કાલિક પોતાનાં વહાનમાં બેસાડી સારવાર માટે લઈ ગયા.

પોલીસ એટલે માનવ સેવક! પોલીસનું કામ માનવ ની સેવા કરવાનું છે અને આજે આપણે એક એવો જ કિસ્સો જણાવીશું જેમાં પોલીસે એવી કામગીરી કરી કે તમે પણ ચોંકી જશો. ઘણા લોકો આ વાત થી અજાણ હોય છે કે, ક્યારે શું થઈ જાય. આ ઘટના પર થી સૌ કોઈ પ્રેરણા લેવી જોઈ કારણ કે આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે.

ગોધરાના અમદાવાદ હાઇવેના ડોકટરના મુવાડા નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દરમિયાન બાઈક સવાર ત્રણેય રોડની સાઈડમાં ફેંકાઈ ગયા હતા.આ સમયે ગોધરા બી ડીવીઝન પીઆઇ ત્યાંથી પસાર થતાં હતા જેઓએ એકપણ ક્ષણની રાહ જોયા વગર વગર ત્રણેય ઇજાગ્રસ્તને પોતાની ગાડીમાં સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા અને ઇજાગ્રસ્તને કપડાની વ્યવસ્થા કરી પરિવારનો સંપર્ક કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય રોડની સાઈડમાં ફેંકાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ અકસ્માત થતાં જ ઉપસ્થિતીઓએ 108ને જાણ કરી હતી. પરંતુ દરમિયાન જ અકસ્માતની થોડી ક્ષણોમાં ત્યાંથી ગોધરા બી ડીવીઝન પીઆઇ એચ.એન.પટેલ પસાર થઈ રહ્યા હતા.હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ પણ પીઆઇ ઇજાગ્રસ્તના કપડાં બગડી ગયા હોવાથી કપડાંની વ્યવસ્થા કરી ઇજાગ્રસ્તના સ્વજનોનો સંપર્ક કરવા સુધી હોસ્પિટલમાં રોકાયા હતા.ઇજાગ્રસ્તની બાઇકને પણ બી ડીવીઝન પોલીસ મથકે લાવી મુકવામાં આવ્યું હતું.મધ્યપ્રદેશનો પરિવાર ગુજરાત પોલીસના અધિકારીનું માનવતા ભર્યુ વલણ જોઈ ગદ્દગદિત થઈ આભાર વ્યક્ત કરતો જોવાયો હતો અને સૌ કોઈ પી.આઈ ની આ કામગીરીને બિરદાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!