આ કિસ્સો જાણી તમારુ માથું ચકરાઈ જશે , યુવકે ઘરમા જ દારુ બનાવવા નુ મશીન બનાવ્યું

માણસ ખૂબ જ આગળ વધી ગયો છે. કાવતરું કરવા માં જેટલો મગજ વાપરે છે એના કરતાં થોડું મગજ સારા કામમાં વાપરે તો જીવનમાનનેક ગણી સફળતા મેળવી શકે છે.હાલાં જ રાજકોટમાં એક અજબ ગજબ કિસ્સો બહાર આવ્યો જેમાં જે કામ થયું એ જાણતાં તમેં ચોકી જશો.

વાત જાણે એમ છે કે, કાલાવડ રોડ ઉપ૨ નિલકંઠ પાર્કમાં એક મકાનમાંથી દારૂ બનાવવાની આધુનિક ભઠી સાથે યુનિવર્સિટી પોલીસે સંજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લીધો હતો અને 10 હજા૨ની કિંમતનો સામાન અને 40 લીટ૨ દેશી દારૂ જપ્ત ર્ક્યો હતો. આ ઉપરાંત 3,350ની કિંમતનો આથો મળી આવતા પોલીસે તેનો નાશ કર્યો હતો.

આરોપીએ જુદી રીતે જ દારૂનો ધંધો ક૨વાનું નક્કી ર્ક્યુ હતું. આરોપીએ B.com સાથે કોમ્પ્યુટ૨નો કોર્ષ ર્ક્યો હતો. જેથી ગૂગલ પ૨ સર્ચ કરી વિદેશમાં કઈ રીતે દારૂ બનાવાય છે, ત્યાંના દારૂના પ્લાન્ટ કેવા હોય છે તે અંગે વિગતો મેળવી હતી અને પછી ભાડે મકાન રાખી તેમાં આધુનિક ભઠ્ઠી બનાવી હતી. દારૂની ભઠ્ઠીમાં ગ૨મ દારૂ ઉતરે તેને ઠંડો ક૨વામાં સમય લાગે છે.

પરંતુ આ ભેજાબાજે દારૂ ઠંડો ક૨વા ખાસ કુલ૨ સિસ્ટમ બનાવી હતી. જેમાં દારૂ નાંખતા જ સીધો ઝીરો ડિગ્રી સેલ્સિયન્સ તાપમાનમાં દારૂ મિનિટોમાં જ ઠંડો થઈ જતો પછી આરોપીએ ઓરેન્જ, વરીયાળી, વિસ્કી ટેસ્ટ અને સ્મોકી ટેસ્ટ જેવા એસેન્સ પણ રાખ્યા હતા. જેને ગ્રાહકોની માંગ મુજબ ફ્લેવ૨માં દારૂ બોટલમાં ભરી વેચતો હતો. હાલ આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *