Gujarat

ગુજરાતના ખેડૂતો માટે માર્ચ મહિનો રહેશે મુશ્કેલ અંબાલાલ પટેલે ગરમી અને કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હવે ધીરે ધીરે ઠંડી નો સમયગાળો જઈ રહ્યો છે અને ગરમી પાડવા જઈ રહી છે. તેવામાં જ્યાં એક તરફ લોકો ઠંડીના તાંડવથી થીજી ગયા હતા તેવામાં આ સમયે જોવા મળેલા કમોસમી વરસાદે પણ લોકોને ઘણા ભીંજવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે પડેલી ઠંડીએ પોતાના તમામ જુના રેકોર્ડ બ્રેક કર્યા છે.

પરંતુ જો સમયમાં થોડા પાછા જઈએ અને વાત વારસદ ની કરીએ તો તેમાં પણ આ સમયે વરસાદની સીઝન પણ સારી રહેતા દેશમાંથી પાણી ની સમસ્યા હળવી બની છે. તેવામાં હવે ગરમીની ઋતુ એટલે કે ઉનાળો આવી રહ્યો છે પરંતુ આ સમયે પણ વરસાદપોતાની હાજરી પુરાવવા જરૂર આવશે તેવી જાહેરાત અંબાલાલા પટેલ ની આ આગાહી પરથી સ્પષ્ટ થાય છે.

જો વાત ગુજરાતમાં કમોસમી વરસાદઅંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં ઉતર પૂર્વના પવન જોવા મળે છે, જે બેવડી ઋતુ માટે જવાબદાર છે આવા પવનના કારણે ઠંડી અને ગરમીનો એક જ દિવસમાં અનુભવ થાય છે. જો કે હવે ધીરે ધીરે ગરમી નું પ્રમણ વધી રહ્યું છે પરંતુ હાલમાં વાતાવરણ નું તાપમાન સામાન્ય છે. જો કે આ સામાન્ય વાતાવરણમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો વાત અંબાલાલા પટેલ ની આગાહી અંગે કરીએ તો તેમના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં અનેક વખત વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જેની પાછળ બંગાળ ના ઉપસાગર અને અરબ સાગરમાં હવાનું હળવું દબાણ છે. જેના કારણે આવતા સમયમાં એટલે કે ૫ માર્ચ થી ૧૨ માર્ચ દરમિયાન અનેક વિસ્તારોમાં વાદળ છાયુંવાતાવરણ જોવા મળશે. અને વરસાદ પણ જોવા મળશે.

આવા કમોસમી વરસાદની અસર ગુજરાત ઉપરાંત ઉતર ના પર્વતીય વિસ્તારમાં પણ જોવા મળશે.જો વાત કમોસમી વરસાદઅંગે કરીએ તો આવતી ૫ થી ૧૨ માર્ચ દરમિયાન મધ્ય ગુજરાતમાં જયારે ૮ માર્ચથી લઈને ૧૦ માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી શકે છે.

આ સમયે ૫ માર્ચથી વિવિધ વિસ્તારો જેવાકે અમદાવાદ, ગાંધીનગર સાથો સાથ ઉતર ગુજરાત અને કચ્છમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળશે. જો કે વરસાદની આ આગાહીથી ખેડૂતોમાં ચીન્તો નો માહોલ છે કારણકે હલમાં શિયાળુ પાક તૈયાર છે તેવામાં વરસાદસંભાવનાથી પાકને નુકસાન થઈશકે છે માટે ખેડૂતો માટે પોતાના પાકને બચાવવાનો પ્રસન મુશ્કેલી સર્જી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!