Sports

ક્રિકેટ જગત મા સન્નાટો છવાયો ! આ મહાન ક્રિકેટર નુ અચાનક મોત થયુ…

આપણે સૌ કોઈ જાણીએ છે, કે સમયના સાથે ક્યારે શુ થઈ જાય છે, ખબર નથી પડતી. હાલમાં જ એક એવી દુઃખ ખબર સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા છે. આ વાત પર વિશ્વાસ ન આવે કે આવું પણ બની શકે છે. કહેવાય છે ને કે, જે ન વિચાર્યું હોય એવું જ બની જાય છે.ક્રિકેટ જગત માટે ઓસ્ટ્રેલિયાથી દુઃખદ સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે મોત થયું છે. વોર્નનું મોત થયાના સમાચાર આવતા ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોંને આઘાત લાગ્યો છે. સીપનર જાદુગર ગણાતા મહાન ક્રિકેટર આજ ઈશ્વરનાં દ્વારે જતા રહ્યા.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વોર્નના મેનેજમેન્ટે શનિવાર (AEDT) ની વહેલી સવારે એક  નિવેદન બહાર પાડ્યું, કે તે કોહ સમુઇ,થાઇલેન્ડમાં મૃત્યુ પામ્યા છે. આ નિવેદનમાં જણાવ્યા મુજબ શેન વોર્ન એક પ્રાઇવેટ વિલામાં રોકાયો હતો. જ્યાં તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તબીબોએ તેનું સ્વાસ્થ્ય ચકાસ્યું પરંતુ તેનામાંથી જીવ જતો રહ્યો હતો. આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રોનું અવસાન થયું હતું એ જ દિવસે શેન વોર્નનું અવસાન થતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે બેવડો ફટકો પડ્યો છે.

52 વર્ષના શેનવોર્નનું મૃત્યુ પ્રાથમિક રીતે હ્યદય રોગના હુમલાથી થયું હોવાનું સામે આવી રહ્યુ છે. વિશ્વમાં પોતાના લેગ સ્પીનથી નામના બનાવનારો શેનવોર્ન ખૂબ જ લોકપ્રિયતા ધરાવતો હતો. શેન વોર્ન રાજસ્થાન રોયલ્સની પહેલી ટીમનો કેરપ્ટન હતો અને આઈપીએલમાં પહેલીજવારમાં ટીમને ટાઇટલ જીતા઼ડી ચુક્યો હતો. ખરેખર આ ઘટના મળતાની સાથે જ સૌ કોઈ ક્રિકેટ પ્રેમીઓમાં દુઃખની લાગણીઓ છવાઈ ગઈ છે. ક્રિકેટજગતમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે.

શેન વોર્ને સ્થાનિક સમય પ્રમાણે સવારે 7.32 કપલાકે ટ્વીટર પર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર રોડ માર્શનું મોત થયું હતું. રોડ માર્શનું મૃત્યુ થતા શેનવોર્નને તેમને શ્રદ્ધાંજિલ પાઠવી હતી. જોકે, સાંજ સુધીમાં તેનના જ અવાસનના સમાચાર આવતા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર માટે એક જ દિવસમાં બેવડો ફટકો પડ્યો છે.શેનવોર્ન ક્રિકેટ વર્લ્ડકપ 1999 અને પાંચવાર એશિઝ જીતનારી ટીમનો સભ્યો હતો. આ એશિઝ ટુર્નામેન્ટ વર્ષ 1993-2003 દરમિયાન રમાયેલી હતી જેમાં વોર્ને બોલર તરીકે ખૂબ સારૂ પ્રદર્શન કર્યુ હતું.

શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલીયામાં થયો હતો. શેન વોર્નની ગણતરી દિગ્ગજ બોલર અને દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી. તેઓ બેથી ત્રણ પ્રકારની ગુગલી બોલીંગ કરી શકતા હતા.  શેન વોર્ને ભુલાઈ ગયેલી લેગ સ્પિનની કળા પરત લાવી હતી. વર્ષ 2006માં શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા. વર્ષ 1993ની એશીસ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વોર્ને 6 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!