સાચા પ્રેમની કહાની: 72 વર્ષ ના દાદા ને પાછો મળ્યો ‘પહેલો પ્રેમ’
પ્રેમ કહાની માટે લેલા મજનુ અને હીર રાંજા જાણીતા છે પરંતુ હવે તેમા એક નવુ નામ ઉમેરાય તો નવાઈ નહી કેમકે એક 72 વર્ષ ના દાદા ને 40 વર્ષ પછી તેનો પહેલો પ્રેમ પાછો મળ્યો છે.
72 વર્ષ ના દાદા રાજસ્થાન ના છે અને તેવો દ્વારપાળ હતા એ સમયે એક ઓસ્ટ્રેલીયન યુવતી રાજસ્થાન ફરવા માટે પાંચ દિવસ માટે આવી હતી અને આ સમય ગાળા દરમ્યાન મરીના અને દ્વારપાળ ની આંખ મળી હતી અને મરીના ના પાંચ દિવસ ના પ્રવાસ મા છેલ્લા દિવસે દ્વારપાળ ને પ્રપોઝ પણ કર્યુ હતુ. અને આઈ લવ યુ પણ કીધું.
ત્યાર બાદ સમય ની સાથે તેવા વિખુટા પડયા અને યુવક ના લગ્ન પણ થય ગયા અને એક દીકરો પણ અને તેમની પત્ની નુ નિધન થય ગયુ હતુ. અને વર્ષો બાદ મરીના એ પત્ર દાદા ને પત્ર લખ્યો અને બન્ને નો ફરી મેળાપ થયો હતો અને ત્યાર બાદ 72 વર્ષ ની ઉમરે એક બીજા સાથે વાત પણ થવા લાગી અને 72 વર્ષીય દાદા ઓસ્ટ્રેલીયા ત્રણ મહિના ગયા જયા મરીના એ તેને ઇગ્લીશ શીખવાડ્યું અને મેરેજ નો પ્રસ્તાવ પણ રાખ્યો હતો.