રાજકોટ : બસ જીવનમાં આવો સાથી ભગવાન સૌ કોઈને આપે, પોતાના પતિને આ પત્ની મોતના મુખ માંથી પાછો ખેંચી લાવી, પુરી વાત જાણી તમે વખાણશો…
સત્યવાન અને સાવિત્રીની કથા તો તમને યાદ હશે. આજે અમે આપને કળયુગની સાવિત્રી વિશે જણાવીશું કે જેણે પોતાના પતિને મોતના મુખેથી બચાવીને જીવનદાન આપ્યું. કહેવાય છે ને વિધાતાના લેખ કોઇ બદલી શકતું નથી પરંતુ ક્યારેક વિશ્વાસ અને પ્રેમ થકી વિધાતાએ પણ પોતાના લેખ બદલવા પડે છે. હાલમાં જ એક અનોખો કિસ્સો સામેં આવ્યો છે.
આ કિસ્સો રાજકોટ શહેરનો છે. પડધરી ગામમાં રહેતા સંદિપ વેલજીભાઇ કકાણીયા અને તેમના પત્ની હર્ષિદાબેન જીવનમાં એક એવી ઘટના બની કે દુઃખદના ડુંગરો એકી સાથે તૂટી પડ્યા. આજથી બાર વરસ પહેલા ઘંટેશ્વરના ના મેળામાં મિત્રો સાથે ફરવા ગયા અને ત્યાં આવેલી હર્ષિદા સાથે પ્રેમ થઇ ગયો અને પરિવારની સહમતિથી બંને લગ્નના બંધને બંધાઈ ગયા.
12 વર્ષનું તેમનું લગ્ન જીવન સુખદાયી નીવડ્યું, ભગવાને કાન્હા જેવો લાડકવાયો દીકરો આપ્યો. સુખ ક્યારે દુઃખમાં બદલાઈ જાય કોઈને ખબર નથી પડતી. આજથી અઢી વર્ષ પહેલા અચાનક સંદિપભાઇનીબંને કિડની ફેલ થઈ ગઈ હતી.
બંને કિડની ફેલ હોવાની જાણ પરિવારજનોમાં થતા હર્ષિદા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. સંદીપભાઈને કિડની મળે તો તેમનું જીવન બચાવી શકાય. આ કારણે સંદીપભાઈના મમ્મી અને પપ્પા બંનેની મેડિકલ તપાસ કરતા તેના મમ્મીને સંધિવા અને પપ્પાને હૃદયની બીમારી હોવાથી કિડની ડોનેટની ન પાડી.
સંદીપભાઈના મોટાભાઈ કિડની આપવા તૈયાર થયા તેમની કિડની મેચ પણ થઈ ગઈ હતી પરંતુ કોરોનામાં નિધન થયું અને તેમની કિડની ન મળી શકી ત્યારબાદ નાના પુત્રને ઘરે મૂકીને અઠવાડિયામાં એકાદ દિવસને બાદ કરતા દરરોજ ડાયાલિસિસ માટે મોરબી સુધી જવાનું થતું.
સંદીપભાઈ મોતના મુખમાં હતા ત્યારે તેમના પત્ની હર્ષિદાબેને મક્કમમને નિર્ણય લઈને પોતાની કિડની ડોનેટ કરવાની વાત પરિવાર સમક્ષ કરી. અને સંદીપભાઈને કિડની ડોનેટ કરીને નવજીવન આપ્યું હતુ. ખરેખર અગ્નિની સાક્ષી એ લીધેલ વચન તેમણે નિભાવ્યું ખરા.ખરેખર આ કિસ્સો ખૂબ જ પ્રેરણાદાયી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.