Gujarat

રાજકોટના પતિએ સાત ફેરાનાં વચનો નિભાવ્યાં, બંને કિડની ફેલ પત્નીને એક કિડની આપી નવજીવન આપ્યું, પતિએ કહ્યું- એક કિડનીમાં પણ સારું જીવી શકાય

આજે વિશ્વ અંગ દિવસ છે! કોઈ વ્યક્તિને અંગદાન આપવુએ સૌથી શ્રેષ્ઠ દાન છે! આમ પણ કહેવાય છે ને કે, અંગ દાન થી અનેક લોકોનું જીવન બચી શકે છે. આજે અમે આપને જણાવીશું એક એવા દંપતી વિશે જેને લગ્ન જીવન અને પ્રેમને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.કહેવાય છે ને કે જ્યારે અગ્નિ સાક્ષી સાત ફેરા ફરાઈ છે, ત્યારે બંને પોતાનું સર્વસ્વ એક બીજાને અપર્ણ કરે છે.

રાજકોટના વૃદ્ધ દંપતીએ આજના યુગમાં ખરા અર્થે સમજાવ્યું છે કે, જીવન સાથી કોને કહેવાય. વાત જાણે એમ છે કે , બે વર્ષથી પત્ની કિડનીની બીમારીથી પીડાતી હતી. પતિએ કંઈ પણ વિચાર કર્યા વગર પોતાની એક કિડની પત્નીને આપી નવજીવન આપી દીધું અને કહ્યું એક કિડની પર પણ સરસ જીવી જ શકાય. આમ કરવાથી કોઈ નુકસાન થતું નથી.

ખરેખર આજના સમયમાં અંગદાન એ મહાદાન છે. કોઈના માટે આપણું સર્વસ્વ અપર્ણ કરવું એનાથી બીજું મોટું પૂણ્ય કયું હોય શકે? આ કિસ્સો આજે સૌ નવયુગલો માટે પ્રેરણારૂપ બન્યો છે. અંગદાન દરેક દાન નોમાં અમૂલ્ય છે, કારણ કે તેનાથી અનેક જીવ બચી શકે છે. રાજકોટના આ દંપતી એ સાબિત કરી બતાવ્યું કે, સાચો જીવનસાથી એ નથી કે તમારા સૌ સુખ સુવિધાઓને પરિપૂર્ણ કરે.

63 વર્ષીય ગોવિંદભાઈ સખિયાએ વધુમાં જણાવ્યું હતું કે મારી પત્ની દિવાળીની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, જેને લઈને ડોક્ટરની સલાહ લેતાં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. બાદમાં મેં કિડની આપવાનો નિર્ણય કરતાં ડોક્ટરે મારા નિર્ણયને આવકાર્યો હતો. જરૂરી ટેસ્ટ વગેરે કર્યા બાદ મારી કિડની પત્નીને આપવામાં આવી હતી. આ ઓપરેશનને આજે 6 મહિના થઈ ચૂક્યા છે. હું અને મારી પત્ની બંને બિલકુલ સ્વસ્થ છીએ.

બીજી તરફ પત્ની દિવાળીબેને પણ પતિ પર ગર્વ હોવાનું જણાવી નવજીવન મળ્યા બાદ પોતે બિલકુલ સ્વસ્થ હોવાનું કહ્યું હતું.ખરેખર આજના સમયમાં સુરત શહેર સૌથી વધુ આગળ છે, અંગ દાનમાં! આપણે મર્યા પછી અંગદાન નો સંકલ્પ જરૂર કરવો જોઈએ. આપણો જીવ તો જતો રહ્યો પરતું આપણા અંગ થી બીજાના ખોરડામાં પ્રણ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!