RBI એ કરોડો ગ્રાહકો ને કર્યા એલર્ટ, જો આ દીવસે ઓનલાઈન .
જો તમે પણ વારંવાર ઓનલાઈન પેમેન્ટ ની આપ લે કરો છો તો આ સમાચાર તમારા માટે છે આરબીઆઈ એ જણાવ્યું છે કે 23 મેના રોજ પૈસા ટ્રાન્સફર કરવામાં અમુક કલાકો સુધી મુશ્કેલી રહેશે. કારણ કે તે દરમિયાન NEFT સર્વિસ કામ કરશે નહીં. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે, જે પણ ગ્રાહકોએ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવું છે તેઓ 23 મેના રોજ તે દરમિયાન ટ્રાન્ઝેક્શન ના કરે, જે સમયે NEFT ઠપ્પ રહેશે. RBI એ આ અંગે એક ટ્વિટ કરી ને લોકો ને એલર્ટ કર્યા હતા અને ટીવીટર પર લખ્યુ હતુ કે.
NEFT System Upgrade – Downtime from 00.01 Hrs to 14.00 Hrs. on Sunday, May 23, 2021https://t.co/i3ioh6r7AY
— ReserveBankOfIndia (@RBI) May 17, 2021
22 મે ના રોજ બેંકિંગ કામકાજ પૂર્ણ થયા પછી બેંકોમાં ટેક્નિકલ અપગ્રેડેશનનું કામ ચાલશે. આ કારણે 23મેના રોજ રાતે 12 વાગ્યાથી લઇ 2 વાગ્યા સુધી આ કામ કરશે નહીં. આ દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી આવી શકે છે.
આપને જણાવી દઈએ કે NEFT એક ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ છે NEFT ના માધ્યમ થી બેંક બીજી બેંક માડિજીટલ રીતે રુપિયા નાખે છે.