India

આ છે રીયલ હિરો જેણે અફઘાનીસ્તાન માથી 150 ભારતીયો ને બહાર કાઢ્યા

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં તાલિબાન નો કહેર ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો કે જેને જાણીને તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ છે કે, શરૂઆત ના દિવસોમાં આપણે સૌ જાણીએ છે કે ભારતીય વાયુ સેના દ્વારા 6500 ભારતીયોને અફઘાનિસ્તાનમાં થી સુરક્ષિત લઈને આવવામાં આવ્યા હતા ત્યારે હાલમાં જ એક જવાન વિશે જાણીને નવાઈ લાગશે જેમને 130 ભારતીયો ને પરત લઈ આવ્યા અને એ પણ 56 કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહીને ખરેખર પોતાના જીવનની પરવહા કર્યા વગર તમામ લોકોને બચાવ્યા છે.

અમે આપને સંપૂર્ણ વાત જણાવીએ.ભારતના ITBP ના જવાનો3 ખૂબ જ ગૌરવપૂર્ણ અને સરહાનીય કાર્ય કર્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકથી 150 ભારતીયોને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત લાવવામાં આવ્યા અને ITBP ના કમાન્ડન્ટ શિવપુરીના રવિકાંત ગૌતમે અફઘાનિસ્તાનથી ભારત પાછા ફરવાની સમગ્ર યાત્રા દરમિયાન સંઘર્ષની વાર્તા કહી જેને સાંભળીને તમેં ગર્વ અનુભવશો. ખરેખર આવું ભાગ્યે જ કોઈ કરી શકે છે. આપણને જેટલુ કામ સરળ લાગે એટલું હોતું નથી.

રવિકાંત ગૌતમે જણાવ્યું કે અફઘાનિસ્તાનના કાબુલમાં ભારતીય દૂતાવાસથી એરપોર્ટનું અંતર લગભગ 15 કિલોમીટર છે.કાબુલમાં ફસાયેલા ભારતીયોને ભારતીય દૂતાવાસથી એરપોર્ટ સુધી લાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. 150 ભારતીયો જવાનોની બે ટીમોમાં વહેંચીને એમ્બેસીથી એરપોર્ટ પર લાવવાની હતી. પ્રથમ ટીમમાં 46 લોકો હતા, જેમને કાબુલમાં ભારતીય દૂતાવાસથી એરપોર્ટ સુધી સરળતાથી પહોંચાડવામાં આવ્યા હતા.

બીજી બેચમાં રમાકાંત ગૌતમ, એક રાજદૂત, 99 કમાન્ડો, ત્રણ મહિલાઓ અને ભારતીય દૂતાવાસનો સમગ્ર સ્ટાફ સામેલ હતો. પરંતુ બીજી બેચને ભારતીય દૂતાવાસથી કાબુલ એરપોર્ટ પર બીજી બેચને લઈ જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તમામ જવાનોએ 15 ઓગસ્ટ થી લઈને 3 દિવસ જ્યાં સુધી ગુજરાત ન પોહચ્યાં ત્યાં સુધી કંઈ પણ જમ્યા ન હતા. ખરેખર જવાનોને વંદન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!