સો સો સલામ છે આવા ઈમાનદાર વ્યક્તિઓને ! રીક્ષા ચાલકે એવી ઈમાનદારી બતાવી કે પુરી વાત જાણી તમે વખાણ કરી થાકશો…20 લાખ રૂપિયા
ઈમાનદારી એક એવી ચીજવસ્તુ છે જેનાથી સાચ્ચા માનસનથી પહેચાન થાતી હોય છે, હાલ તમે અનેક એવા લોકોને જોયા હશે જે ફક્ત પાંચ રૂપિયાના સિક્કામાં પણ પોતાની નજર બગાડીને પોતે પાસે રાખી લેતા હોય છે જ્યારે દુનિયામાં બીજા એવા પણ સારા તથા ઈમાનદાર માણસો રહેલ છે જેની સામે સોનાનો ઢગલો પણ પડેલો હોય તો પણ તેઓ તે તેના પર નજર બગાડ્યા વગર જ તેઓ મૂળ માલિકને વસ્તુઓ પરત કરતા હોય છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે આવો જ એક ઈમાનદારીનો કિસ્સો લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ યુવકના વખાણ કરી કરી થાકી જશો,ચેન્નાઈના ક્રોમપેટ માંથી આ કિસ્સો સામે આવ્યો હતો જેમાં રીક્ષા ચાલકે એવી ઇમાનદારીએ બતાવી હતી કે ચારેય કોર તેના વખાણ જ થવા લાગ્યા હતા, તમને જણાવી દઈએ કે રીક્ષાચાલકે સોનાનું આખું ભરેલ બેગ તેના મૂળ માલિકને પરત કરીને ઈમાનદારીનું ખુબ સરસ ઉદાહરણ આપ્યું હતું.
ઈમાનદારીને આ કિસ્સા અંગે પોલીસે જણાવ્યું હતુંકે પોલ બ્રાઇટ નામના વેપારીની દીકરીના લગ્ન હતા એવામાં લગ્ન સમારોહ પતાવીને તે ઘરે જવા માટે સરવન કુમારની ઓટોમા બેસ્યા હતા, ઑટોમાં જ પોલ બ્રાઇટ ફોનમાં વાત કરવામાં એટલા મગ્ન થઇ ચુક્યા હતા કે તેઓનું ઘર આવતા તેઓ બેગ વગર જ ઉતરી ગયા,એવામાં સરવન કુમાર તેમને ઘરે મૂકીને નીકળી ગયો હતો, થોડીક વાર બાદ જોતા રીક્ષા ચાલકને બેગ દેખાયું હતું.
જેના પર જરાક પણ નજર બગાડે સરવન કુમારે તેના મૂળ માલિકને પોંહચાડવાનો તો નિર્ણય કર્યો પરંતુ કેવી રીતે પોંહચાડે કારણ કે તેની પાસે પોલ બ્રાઇટનો નંબર કે બીજી કાંઈ ઓળખાણ ન હતી, પોલને તેનું 20 લાખ રૂપિયાનું સોનુ ભરેલ બેગ ખોવાય હોવાની વાત ખબર પડતા જ તે ગભરાય ગયો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી તો તેમાં સરવનનો રીક્ષા નંબર નીકળ્યો પરંતુ તે તેના બહેનના નામે રજીસ્ટર હતો.
એવામાં સરવન પોતે જ સોનાથી ભરેલી બેગ લઈને પોલીસ સ્ટેશન પોહચી જતા પોલ રડી પડ્યો હતો, એવામાં રીક્ષા ચાલકની આવી ઈમાનદારી જોઈ પોલીસકર્મીઓએ પણ આ રીક્ષા ચાલકને પુષ્પ આપીને સન્માનિત કર્યો હતો, ખરેખર આવા ઈમાનદાર લોકોની આપણા દેશમાં કોઈ કમી નથી.