Gujarat

વિધાતા કેવી નિર્દયતા! શહીદ પિતાને સાત વર્ષની દીકરી આપી સલામી અને પાંચ વર્ષના દીકરાના હાથે થયું અંતિમ સંસ્કાર..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણે જ્યારે આપણા પરિવાર સાથે સુખે થી ખુશી ભર્યું જીવન વિતાવી રહ્યા હોય છે, ત્યારે આપણી રક્ષા ખાતર દેશની સરહદ ઉભેલા અનેક જવાનો રોજ પોતાનો જીવ ન્યોછાવર કરી દેતા હોય છે.ખરેખર દેશની રક્ષા અર્થે પોતાનું જીવન સમર્પિત કરનાર સૌ મહાન શહીદો ને વંદન કરીએ. આજે અમે આપને એક એવા જવાન વિશે જણાવીશું જેની શહીદી પર તેમની સાત વર્ષ ની દીકરી સલામી આપી.

ખરેખર આ ખૂબ જ કરુણ દાયક અને હ્દય સ્પર્શી ઘટના છે. તમને આ ઘટના વિશે જાણીને તમારી આંખોમાં આંસુઓ આવી જશે. હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,શહીદ રાજેન્દ્ર પ્રસાદ મીણાના રાજસ્થાનના દૌસા જિલ્લાના બાંદિકૂઈના દિલવારપુરા ગામમાં અઅંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદના દર્શન કરવા અને અંતિમ સલામી આપવા માટે આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

મણિપુર નક્સલી હુમલામાં શહીદ થયેલા 28 વર્ષીય રાજેન્દ્ર પ્રસાદ મીણાના પાર્થિવ દેહને સોમવારે સાંજે 4 વાગ્યે તેમના વતન ગામ દિલવારપુરામાં 53 કલાક બાદ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જ્યારે દેહ ગામમાં પોંહચ્યો ત્યારે સૌ કોઈ શોકમાં મુકાઇ ગયા હતાં.ખરેખર આ ખૂબ જ હ્દય સ્પર્શી ઘટના ઘટી.

શહીદ રાજેન્દ્ર પ્રસાદ મીણાની સાત વર્ષની પુત્રીએ જ્યારે તેના પિતાની શહાદતને સલામ કરી ત્યારે ત્યાં હાજર કોઈ પણ તેના આંસુ રોકી શક્યું નહીં. આ દ્રશ્ય જોઈને સૌ કોઇની આંખોમાંથી આંસુઓ વહી ગયા હતા અને ખરેખર વિધિના કેવા લેખ કે તેમના પાંચ વર્ષના પુત્ર યોગેશે શહીદની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. દેશની રક્ષા ખાતર આ જવાનનો જીવ ગયો તેમની સાથે નાના બાળકો પિતા વિનાનાં થઈ ગયા.

શહીદ રાજેન્દ્ર પ્રસાદ મીણાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 11 કિલોમીટર લાંબી કતાર હતી. લોકોએ શહીદ ઝિંદાબાદ અને રાજેન્દ્ર પ્રસાદ મીના અમર રહેના નારા લગાવ્યા હતા. આખું ગામ દેશ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું પણ આંખોમાં એક તરફ આંસુઓ બીજી તરફ ગૌરવવંતી ક્ષણ હતી. ખરેખર આ ઘટનામાં વીર શહીદ ની દીકરી અને દીકરાએ સૌ કોઈનું દિલ જીતી લીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!