Gujarat

લોકપ્રિય ગાયક કલાકાર ઉર્વશીનેને IAS ઓફીર બનવું હતું પણ આ સંજોગ ન લીધે લોક ગાયક કલાકાર બન્યા…

આપણે સૌ કોઈ ગુજરાતની લોકપ્રિય સિંગર વિશે તો જાણીએ છીએ પરંતુ આજે અમે આપને એક એવી સિંગર વિશે જણાવીશું જેને પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને પોતાની મહેનત અને સંગીતના સૂર અને તેના સ્વરોને લીધે આજે સૌ કોઈને હૈયામાં વસી રહ્યા છે. આ સફળતા પાછળ કેટલાય તેમના સપના રોડાઈ ગયેલા છે. ત્યારે આજે ખરેખર અમે આજે એ સિંગર ની વાત કરી રહ્યા છે જે

‘મુજે મેરી મસ્તી’, ‘છાપ તિલક સાબ છીની’, ‘સૌરાષ્ટ્રના વાસી અમે પટેલ કાઠિયાવાડી’,’વીર વલ્લભને વંદન હજાર..’ તેમના જાણીતા ગીતો ગાનાર ઉર્વશી રાદડીયા.દરેક વ્યક્તિનું કંઈક સપનું હોય છે, જે તેઓ સાકાર કરવા ગમે તે કરી શકે છે પરતું ઉર્વશીના જીવનમાં એવો વળાંક આવ્યો કે આજે તેઓ ગાયક કલાકાર છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ઉર્વશીને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. બાળપણથી જ તેમને IAS અધિકારી બનવું હતું. પરંતુ પરિસ્થિતિને કારણે 12 વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી આવી. અને ઉર્વશીએ મ્યુઝિક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આ કારણે તેમનું જવાબદારીઓનાં બોઝને લીધે દફન જ થઈ ગયું.

તેમના અંગત જીવનની વાત કરીએ તો ઉર્વશી રાદડિયાનો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે. તેમના માતાનું નામ સરોજબેન અને પિતાનું નામ માધુભાઈ રાદડિયા છે.ઉછેર અમદાવાદમાં થયો અને તેમણે 6 વર્ષની ઉંમરે જ સંગીતની શરૂઆત કરી હતી. કહેવાય છે ને સફળતા શીખરોમાં સોપાન સર કરવાના સરળતા પૂર્વક ન હોય. તેવી રીતે તેઓ પહેલા સ્ટેજ પર્ફોમન્સની ઘટના રસપ્રદ છે. તેઓ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં પર્ફોમ કરનાર લેડી સિંગર ન આવતા ઉર્વશીને તક મળી. અને ત્યારથી ગુજરાતી ગાયિકા તરીકે ઉર્વશી ચવાઈ ગયા.

ઉર્વશીએ ત્રણ વર્ષ સુધી ક્લાસિક સંગીતની તાલીમ લીધી છે. પોતાના પિતાની ખૂબ નજીક છે. ઉર્વશી પોતાની સફળતા પાછળ પિતાની મહેતને કારણ ગણાવે છે. માતા પિતાનો પગાર માત્ર 3 હજાર રૂપિયા હતો, તેમાંથી પણ તેઓ મારા મ્યુઝિકના ટ્યુશનની ફી ભરતા હતા.ઉર્વશીના દરેક પર્ફોમન્સ વખતે તેમના પિતા સ્ટેજ પર હાજર હોય છેસફળતા સંગીતના લીધે જ છે. અને આજે તે જે પણ છે એ બધું જ સંગીતના કારણે છે.

ઉર્વશીએ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરો તેમજ ગરબામાં પર્ફોમ કરવાની શરૂઆત કરી.ગૌશાળા માટે ફાળો એક્ઠો કરવા યોજાયેલા ઉર્વશીના એક કાર્યક્રમમાં 3.5 કરોડની રકમ ભેગી થઈ હતી.ઉર્વશી આજ સુધી ગૌશાળા માટે પોતાના કાર્યક્રમમાં કુલ 25 કરોડનું ફંડ ભેગુ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ઘણા પબ્લિક કાર્યક્રમોમાં પણ યાદગાર પર્ફોમન્સ આપી ચૂક્યા છે.

ઉર્વશી ગુજરાતીની સાથે સાથે હિન્દી, પંજાબી, રાજસ્થાની અને મરાઠી ભાષામાં પણ ગાય છે.ઉર્વશીને હની સિંહના સ્ટાર પ્લસના રિયાલિટી શૉ માટે ઓફર આવી હતી, જો કે તેમણે આ ઓફર નહોતી સ્વીકારી. તેમજ ઉર્વશીને ક્રિએટિવ કામ કરવા ગમે છે. તેમણે પોતાના ઘરનું ઈન્ટિરિયર જાતે ડિઝાઈન કર્યું છે.  ખરેખર ઉર્વશી ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!