સૌરાષ્ટ્રનાં તાલુકામાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદને કારણે 500 વિઘા જમીનમાં પાકોને થયું નુકસાન! ખેડૂતો પોક મૂકીને રડવા લાગ્યા..
કહેવાય છે ને કે અતિની ગતિ નથી હોતી. દરેક ખેડૂતો મેઘરાજાની રાહ જોઈને બેઠા હોય છે જેથી ખેતી કરી શકે. પરતું ક્યારેક અતિ વરસાદના કારણેખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.રવિવારના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ઘણા ગામડાઓમાં પાણી પણ ભરાઈ ગયું હતું.
હાલમાં જ ડુંમીયાણી ગામમાં 400થી 500 વીઘા જમીન પર પાણી ફરી વળ્યું હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. 400થી 500 વીઘા જમીન પર પાણી ફરી વળતા ખેડૂતે મહામહેનતે ઉછેરેલો પાક પણ નિષ્ફળ ગયો છે. આ ગામના લોકો મગફળી, એરંડા અને કપાસની ખેતી કરે છે. પણ ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે.
ગામની નજીકથી પસાર થતી નદીના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતું હોવાના કારણે ખેડૂતોએ માંગણી કરી છે. ગામની નદી ઊંડી કરાવવામાં આવે અને આ કામ માટે 20% ખર્ચ ગામના લોકો આપવા માટે તૈયાર છે.સરકાર દ્વારા દર વર્ષે સરવે કરાવવામાં આવે છે. પણ ખેડૂતોને એક પણ રૂપિયો મળતો નથી. સરકાર સરવે કરીને અમને ન્યાય આપે નહીં તો અમે ગાંધીનગરમાં જઈને આંદોલન કરીશું.
ભારે વરસાદના કારણે અમારા ગામમાં એક બાજુ સારું વર્ષ દેખાય તો બીજી બાજુ લીલો દુષ્કાળ પડી જાય છે. અમે પૂર્ણ મહેનત કરીને સારું ઉત્પાદન લેવા માગીએ છીએ. પણ આ ભારે વરસાદના કારણે અમારો અડધો પાક ધોવાઈ ગયો છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, અમારી ખેતરની પાસે આવેલું તળાવ ઊંડું કરવા માટે અમને JCB ફાળવો.ગામના સરપંચ દિનેશ મકવાણાનું કહેવું છે કે, ગામમાં દર વર્ષે 1500 વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવે છે. તેમાં દર વર્ષે 400થી 500 વીઘા જમીનમાં વાવવામાં આવેલો પાક નિષ્ફળ જાય છે.