વિવાન તો ના બચી શક્યો ! આ ફૂલ જેવા બાળક ને બચાવી લો : માતા પિતા એ કરી ખાસ અપીલ

કહેવાય છે ને કે, આ જગતમાં માણસો એટલી  તરકી કરી લીધી છે કે, મંગળ અને ચન્દ્રમાં માણસનું જીવન શક્ય છે કે નહીં તેની શોધ કરી રહ્યા છે. ત્યારે આવા સમયમાં આજે પણ ભારત હજુ મેડિકલ ક્ષેત્ર એટલું આગળ નથી વધી શક્યું જેથી નાના બાળકોનો જીવ બચી શકે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગીર સોમનાથ જિલ્લાના વિવાવ નામના બાળકનું નિધન થયું છે. સૌ કોઈ લોકો તેના માટે 16 કરોડ નાં ઇન્જેકશ માટે દાન એકઠું કરી રહ્યા હતા અને સૌ કોઈ દિલ ખોલીને દાન આપ્યું છે.

ઈશ્વરની કૃપાથી ધૈર્યરાજ તો આ બીમારી થી બચી ગયો હતો પરંતુ વિવાન પોતાના જીવનની જંગ વહેલી જ હારી ગયો. આપણે સૌ કોઈ વિવાવ ને તો ન બચાવી શક્ય પરતું હવે આપણે સૌ કોઈ પટના શહેરના 10 મહિનાના બાળકને બચવવા સૌ કોઈ મદદ કરીએ. આ બાળક પણ એજ બીમારી થી પીડાઈ રહ્યો છે, જે બીમારી થી વિવાવ અને ધૈર્યરાજ પીડાઈ રહ્યા હતા. Spinal Muscular Atrophy નામની બીમારી થી પીડાઈ રહેલા આ બાળક ને પણ 16 કરોડ નાં ઈન્જેકશન ની જરૂર છે.

અયાંશ ને બચાવવા માટે તેમાં પરિજનો પણ લોકો પાસે મદદ માંગી રહ્યા છે. છેલ્લા 15 દિવસ થી મુખ્યમંત્રી નીતીશ કુમાર ની મુલાકાત માટે તેમના પરિવારજનો ધકા ખાઈ રહ્યા છે, જેથી સમયસર તેંમનું સંતાન આ બીમારી થી બચી શકે.જ્યારે પણ તેઓ મળવા જાય છે, ત્યારે તેઓ હજાર નથી હોતા. પરિવાર ને ચિંતા છે કે, સમયસર તેમના બાળકને સારવાર મળશે કે નહીં.

આ બાળક જે ખરેખર મદદની જરૂરત છે. સામાન્ય માણસ સારવાર માટે દસ હજાર પણ ન કાઢી શકે તો પછી આ તો 16 કરોડ રૂપિયા છે. કોઈ સામાન્ય માણસ ને આટલા કમાવતા તેંનું જીવન પસાર થઈ જાય. આવા સમયે આપણે સૌ કોઈ આ બાળક ને મદદ માટે આગળ આવીએ અને આ બાળકને બચાવીએ જેથી આપણે સૌ કોઈ એ જીવ ને સુરક્ષિત કરી શકીએ. માત્ર પૈસા ન હોવા ન કારણે એક બાળક નો જીવ જાય એ તો યોગ્ય ન જ કહેવાય. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, આ બાળક જલ્દી થી સ્વસ્થ થઈ જાય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *