Gujarat

સવજીભાઈ ધોળકીયા નુ આ નિવેદન સાચુ પડી ર…

આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી કેટલી સતત આગળ વધી રહી છે ત્યારે અલગ અલગ પ્રકાર ના મોબાઈલ ફોન પણ બજાર મા આવવા લાગ્યા છે આટલુ જ નહી મોબાઈલ ફોન ના કારણે સાઈબર ક્રાઈમના બનાવો પણ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ નાના બાળકો અનેક પ્રકાર ના ગેમ ના આદી બની ચુક્યા છે. અહી 10 દિવસ પહેલાનો કીસ્સો યાદ કરીએ તો એક સગીરે પિતા ની હત્યા કરી નાખી હતી.

હત્યા કરવા પાછળ નુ કારણ સામે આવ્યુ તો સૌ કોઈ ચોકી ગયુ હતુ કારણ કે હત્યા કરવાનુ કારણ માત્ર એટલુ જ હતુ કે પિતા એ ગેમ રમવાની ના પાડી હતી. આટલુ જ નહી તેના બે દિવસ અગાવ પણ એક ઘટના બની હતી જેમાં એક યુવતી નો ફોન તેના પિતાએ લઈ લેતા માઠુ લાગી આવતા આત્મહત્યા કરી લીધી હતી. આટલુ જ નહી દેશ અને દુનિયા મા રોજ આવી ઘટના ઓ બની રહી છે ત્યારે આજ થી અંદાજીત ત્રણ વર્ષ પહેલા સવજીભાઈ ધોળકીયા એ એક નીવેદન આપેલુ જે હાલ યાદ કરવું જરુરી છે.

સમર્પણ ટેક્નો સ્કૂલ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સુરતના હીરાના વેપારી સવજી ધોળકિયાએ ભવિષ્ય અંગે ભીતિ દર્શાવી હતી કે ” સાચી વાત કહું તો આળશ પપ્પામાંથી આવે છે અને ગાળ મા પાસેથી શીખવા મળે છે. તેમાં કોઈનો વાંક કાઢવાની જરૂર નથી પરંતુ આપણા ઘરનું વાતાવરણ કેવું છે એના પર આધાર રાખે છે.

હું તમને સિરિયસમાં સિરિયસ પોઈન્ટ જણાવી રહ્યો છું, ખૂબ વિચારીને કહી રહ્યો છું. મારી તમામ વાત માનશો એવો પણ મારો દાવો નથી. છતાં મારે કેહેવું છે અને કહું છું. આપણે ત્યારે ફેમિલીમાં રહીએ છીએ. છોકરાઓ સાથે રમતાં હોય છે. મારી વાત તમે યાદ રાખજો. 20 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો માણસ હશે. માણસ ડિપ્રેશનમાં જીવતો હશે. મોબાઈલ ફોન માણસને ગાંડો કરી રહ્યો છેમારી કંપનીમાં તમામ જ્ઞાતીના અને બધી જ ક્વોલિટીના માણસો કામ કરે છે. એમની સાથે રહીને એમના પ્રશ્નો અને અનુભવોમાંથી આ તારણ પર આવ્યો છું. છોકરાઓને નહીં પરંતુ પેરેન્ટ્સને ક્લાસ કરાવવાની જરૂર છે.”

આજે આ નિવેદન એટલા માટે યાદ કરવુ જરુરી છે કારણ કે હાલ ના સમય મા રોજ આત્મ હત્યા ના બનાવો બની રહ્યા છે અને અનેક કિસ્સા ઓ મા મોબાઈલ કારણભુત બન્યો છે. આવા સમયે મોબાઈલ નો ઉપયોગ કેટલો કરવો એ આપણે સૌ નક્કી કરીએ અને આપણો અને આપણા પરકવાર નો ખ્યાલ રાખીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!