Health

જો સૂકી અને કફની ઉધરસથી છુટકારો ન મળતો હોય તો આ ઔષધીનું સેવન કરો.

આજે આપણે આયુર્વેદિક દ્રષ્ટિ ઉપયોગમાં લેવાતી સૌથી ઉત્તમ ઔષધી વિશે જાણીશું. આ ઔષધિ અનેકરોગોમાં તે સંજીવની રૂપ છે. ત્યારે ચાલો જાણીએ કે, આખરે આ ઔષધિ ક્યાં ક્યાં રોગમાં ઉપયોગી વધુ નિવડે છે. એવું કહેવાય છે કે, અરડૂસી ક્ષયમાં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે. સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડૂસી ખૂબ હિતાવહ છે.

કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારું કામ કરે છે.અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટો પડે છે. નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે.

અરડૂસીના અવલેહને વાસાવલેહ કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરિણામ આપે છે. પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીનાં સૂકાં પાનનું ચૂર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રકતપિત્ત, કફજવર, ફ્લ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!