Gujarat

યુવકે પત્નીની સિમ કાર્ડ બદલતા પતિને લાગ્યો આઘાત અને પછી ખેલાયું ષડયંત્ર

સુખી લગ્ન જીવનમાં જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિનું આગમન થાય છે ત્યારે લગ્ન જીવન એજ અગ્નિમાં હોમાઈ જાય છે જે અગ્નિની સાક્ષીમાં લગ્ન કર્યા હોય. સમયની સાથે લોકો એટલા નિદર્ય બની ગયા છે કે માણસાઈ ભૂલીને ગમે તેવા કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. આજે અમે એક એવી વાત જણાવીશું જેમાં પતિ કરેલી એક ભૂલન કારણે તેના પર મોટી આફત આવી ગઈ.

આણંદના ભાટીપુરાનો યુવક જેને પ્રેમ કરતો હતો એજ પ્રેમિકા જીવનું કારણ બની.આણંદથી વડોદરા પહોંચેલા યુવકને પરિણીતા અને તેના પતિએ યુવકનો જીવ લઈ લીધો. હવે ખરેખર આપણે વાતજાણીએ કે આખરે ઘટના શું બની.ઘટનાની વિગત અનુસાર, વડોદરાના અનગઢ ગામમાં રહેતા રાજુના લગ્ન લગભગ દોઢેક વર્ષ પહેલા આણંદના સારમખા ગામના શિવાની સાથે થયા હતા. શિવાનીનો તેના ગામમાં રહેતા મિલન સાથે પ્રેમ સંબંધ હતો.

લગ્ન બાદ શિવાનીએ પિયરમાં આવ્યા બાદ પણ તેના પ્રેમી સાથે વાતચીત ચાલુ રાખી હતી. શિવાનીના રાજુને પોતાની પત્નીના લગ્નેત્તર સંબંધો વિશે જાણવા મળતા તેને આઘાત લાગ્યો હતો.જ્યારે શિવાનીનો ફોન બગડ્યો ત્યારે રાજુએ તેનું સીમકાર્ડ પોતાના ફોનમાં લગાવ્યું હ.શિવાનીના પ્રેમી સંજયને ઘરે બોલાવવાનો પ્લાન બનાવ્યો હતો.

શિવાનીના પ્રેમીને ફોન કરી ઘરે બોલાવ્યો અને ઘરે પહોંચ્યા બાદ શિવાનીના પ્રેમીએ પતિ રાજુ પાસે શિવાનીની તસવીરો માંગતા મામલો વધ્યો હતો. જેને કારણે ગુસ્સામાં રાજુએ શિવાનીના પ્રેમીને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો જેને કારણે તેને લોહી પણ નીકળી રહ્યુ હતુ અને તે બાદ શિવાનીએ તેના પ્રેમીને ઝેરી દવા પીવડાવી દીધું અને આખરે એ યુવાન મુત્યુ પામ્યો અને યુવકનો મિત્ર આ ઘટના દરમિયાન સાથે જ હતો જેથી પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!